જાન્યુઆરી માસમાં યોજાનાર જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક થવાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. જુનિયર ક્લાર્કનું પેપર લીક થતાં આશરે 9.50 લાખ જેટલા ઉમેદવારોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વડ્યું હતું. સવારે પેપર આપવા આવેલા લખો વિધ્યાર્થીઓને નિરાશા સાથે પાછા ફરવું પડ્યું હતું.
જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર આવતીકાલે બહાર પાડવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) March 30, 2023
સમગ્ર મામલે કેટલાક આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી જે મામલે હાલ કેસ પણ ચાલુ છે. ત્યારબાદ ગૌણ સેવ પસંદગી મંડળના પ્રમુખ તરીકે આઇપીએસ હસમુખ પટેલની નિમણૂક કરવામાં આવી હતી જે બાદ હસમુખ પટેલ થોડા સમયમાં જ પરીક્ષા યોજવાની તૈયારી દર્શાવી હતી. આજરોજ હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કારીને જુનિયર ક્લાર્ક પેપર અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. હસમુખ પટેલે ટ્વિટ કરી માહિતી આપવામાં આવી હતી કે આવતીકાલથી જુનિયર ક્લાર્ક પરીક્ષાના કોલ લેટર બહાર પાડવામાં આવશે.
આ પણ વાંચો : AAP Gujarat : દિલ્હી બાદ અમદાવાદમાં પણ લાગ્યા ‘મોદી હટાવો, દેશ બચાઓ’ ના બેનર !
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ હસમુખ પટેલ દ્વારા જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા અંગે ટ્વિટ કરીને તૈયારી બતવિહતી અને કહ્યું હતું કે મંડળ પરીક્ષા યોજવા માટે તૈયાર છે જો તેમણે પૂરતા સેન્ટર મળી રહે ત્યારે હવે આગામી એપ્રિલ માસમાં પરીક્ષા યોજાય તેવું હાલ લાગી રહ્યું છે.