ધર્મ

ભગવાન રામનું નામકરણ કોણે કર્યું હતું, જાણો શ્રી રામની જન્મ કથા વિશે

  • ઋષિ વશિષ્ઠે રાજા દશરથના ચાર પુત્રોના નામ આપ્યા હતા
  • શ્રી રામનો જન્મ પુનર્વસુ નક્ષત્ર યોગમાં થયો હતો
  • ભગવાન વિષ્ણુના સાતમા અવતાર મર્યાદા પુરુષોત્તમ રામનો જન્મ ત્રેતાયુગમાં થયો હતો

આજે ચૈત્ર સુદ નોમના દિવસે દેશભરમાં રામ નવમીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહ્યી છે. આજે સવારે 11.35 થી બપોરે 1.00 વાગ્યા સુધી ભગવાન શ્રી રામની પૂજાનું શુભ મુહૂર્ત છે. આ ખાસ દિવસે, ભગવાન શ્રી રામના જન્મની ઉજવણી દેશભરમાં ઉત્સાહભેર થાય છે. આ વર્ષે રામનવમી ગુરુવારે હોવાથી તેનું મહત્વ વધી ગયું છે, કારણ કે શ્રી રામ ભગવાન વિષ્ણુના અવતાર છે અને ગુરુવારને શ્રી હરિ વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. જ્યોતિશાસ્ત્ર અનુસાર રામનવમી પર કરવામાં આવેલા ધાર્મિક કાર્યો ઝડપથી સફળ થાય છે. મહાભારતમાં વર્ણન છે કે, એક વખત ભગવાન શિવે કહ્યું હતું કે, રામના નામનો ત્રણ વખત જાપ કરવાથી હજારો દેવી-દેવતાઓને યાદ કરવા સમાન ફળ મળે છે. રામ નવમી નિમિત્તે જાણો શ્રી રામની જન્મ કથા અને ભગવાન રામનું નામકરણ કોણે કર્યું હતું.

આ પણ વાંચો : 700 વર્ષ બાદ રામનવમી પર ત્રેતાયુગ જેવો શુભ સંયોગ, જાણો તેની ખાસિયત

ભગવાન રામની જન્મ કથા

ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન રામનો અવતાર ત્રેતાયુગમાં થયો હતો. કહેવાય છે કે અયોધ્યાના રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો હતો. તમામ પરોપકારીઓ, તપસ્વીઓ, વિદ્વાન ઋષિઓ અને વેદ વિદ્વાન મહાન પંડિતોએ આ યજ્ઞ કર્યો હતો. યજ્ઞમાં ખીરનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. રાજા દશરથે તેની ત્રણેય રાણીઓમાં ખીરનો પ્રસાદ વહેંચ્યો. ચૈત્ર શુક્લ નવમીના દિવસે રાજાની ત્રણ રાણીઓ માતા કૌશલ્યા, સુમિત્રા, અને કૈકેયીએ આ ખીરનું સેવન કરીને ચાર પુત્રોને જન્મ આપ્યો હતો.

Happy Ram Navami: કેવી રીતે કરશો ભગવાન રામની પૂજા, જાણો મહત્ત્વ hum dekhenge news

ભગવાન રામનું નામકરણ કોણે કર્યું?

માતા કૌશલ્યાના ગર્ભમાંથી પરમ તેજસ્વી, ખૂબ જ સુંદર બાળકનો જન્મ થયો. આ સુંદર બાળકનું નામ રઘુવંશીઓના ગુરુ મહર્ષિ વશિષ્ઠ દ્વારા રામચંદ્ર રાખવામાં આવ્યું. વશિષ્ઠના મતે રામ શબ્દ અગ્નિ બીજ અને અમૃત બીજ એમ બે અક્ષરોથી બનેલો છે. તેના ઉચ્ચારથી શરીર અને આત્માને શક્તિ મળે છે. આ સાથે માતા સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો અને માતા કૈકેયીએ ભરતને જન્મ આપ્યો. આમ ઋષિ વશિષ્ઠે રાજા દશરથના ચાર પુત્રોના નામ આપ્યા હતા.

શ્રી રામનો જન્મ આ શુભ નક્ષત્રોના યોગમાં થયો હતો

શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે પુનર્વસુ નક્ષત્રમાં થયો હતો. આ દિવસે પાંચ ગ્રહો સૂર્ય, મંગળ, ગુરુ, શુક્ર અને શનિ પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન હતા. આ ગ્રહોની શુભ અસરને કારણે ભગવાન વિષ્ણુના સાતમા અવતાર મર્યાદા પુરુષોત્તમ રામનો જન્મ ત્રેતાયુગમાં રાજા દશરથના ઘરે થયો હતો.

Back to top button