ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમૃતપાલ સિંહનો પોલીસને ખુલ્લો પડકાર, વીડિયો જાહેર કરી કહ્યું- ‘મારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે’

ખાલિસ્તાની સમર્થક અને વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહનો વીડિયો સામે આવ્યો છે. આમાં તેણે કહ્યું છે કે તે મજા કરી રહ્યો છે અને કોઈ તેનો વાળ વાંકો નહીં કરી શકે. પોતાની ધરપકડ વિશે વાત કરતા અમૃતપાલસિંહે કહ્યું કે તે ઉપરવાળાના હાથમાં છે અને મારા પર ઉપરવાળાની કૃપા છે. હું સૌથી મોટા પોલીસના ઘેરામાંથી બહાર નીકળી ગયો.

મારી ધરપકડની વાત પણ ઉપરવાળાના હાથમાં છે. હું મજામાં છુ, મારુ કોઈ કશું બગાડી શકે તેમ નથી. ઉપરવાળાએ હંમેશા મુશ્કેલીના સમયમાં મારી કસોટી કરી છે. પરંતુ, હંમેશા મારો સાથ આપ્યો છે. મારા પર એવી કૃપા છે કે હું શબ્દોમાં કહી શકુ તેમ નથી, હું પોલીસના આટલા મોટા ઘેરામાંથી નીકળ્યો તે ઉપરવાળાના કારણે જ થયું છે.

અમૃતપાલે વધુ વાત કરતા કહ્યું કે, સારો સમય જોઈ સરબત ખાલતા શીખ સંગઠનોનું ધાર્મિક સમ્મેલન બોલાવવામાં આવે. દેશ-વિદેશમાં જ્યાં પણ શીખો છે તેમને હું અપીલ કરૂ છું કે બૈસાખી પર યોજાનારા સરબત ખાલસા સમ્મેલનમાં એ તમામ લોકો સામેલ થાય અને તેમાં સમુદાયના પ્રશ્નોની વાત કરવામાં આવે, કારણકે લાંબા સમયથી આપણો સમુદાય નાના-નાના પ્રશ્નોને લઈ મોરચા કરી તેમાં જ અટવાયેલી રહે છે. આપણે આપણા દરેક પ્રશ્નોનો ઉકેલ લાવીએ. સરકારે આપણી સાથે દગો કર્યો છે. આપણા સાથીઓ પર NSA લગાવીને તેમને આસામ મોકલી દીધા કારણકે તેઓ શીખ ધર્મ વિશે વાત કરતા હતા.

મારા ઘણા સાથીદારોને આસામ મોકલવામાં આવ્યા છે અને કેટલાકને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ આપણી સાથે સીધો જુલમ છે. આપણે જાણીએ છીએ કે આપણે જે રસ્તે ચાલી રહ્યા છીએ તેના પર આપણે આ બધું સહન કરવું પડશે અને આ આપણી રાષ્ટ્રીય ફરજ છે. હું દેશ-વિદેશમાં બેઠેલા તમામ શીખ સંગતને અપીલ કરું છું કે તેઓ બૈસાખીના રોજ યોજાનાર સરબત ખાલસા પર ધ્યાન આપે અને આપણા જથેદાર સાહેબે કહ્યું છે તેમ ધાર્મિક કીર્તનોનું આયોજન કરીને ગામડાઓ અને લોકોને જાગૃત કરીશું.

હું દરેકને વિનંતી કરું છું કે લોકો પહેલાથી જ ખૂબ જાગૃત છે, સરકાર દ્વારા લોકોના મનમાં જે ડર પેદા થયો છે તેને તોડવા માટે જરૂરી છે કે તે પાર્ટી હોય, ટંકશાળ હોય, શીખ સંગઠન હોય, બધાએ આગળ આવવું જોઈએ. બૈસાખી પર યોજાનારા સરબત ખાલસામાં ભાગ લો અને આ સરબત ખાલસા એક મોટુ આયોજન હોવું જોઈએ. અહેમદ શાહ અબ્દાલીના સમયમાં પણ સરબત ખાલસા થયો હતો ત્યારે કોઈ પણ શીખ પોતાના ઘરમાં બેઠો ન હતો. આવો જ કાર્યક્રમ હવે બૈસાખી વખતે પણ યોજવો જોઈએ. હું મારી સંગતને અપીલ કરું છું કે જો આપણે પંજાબના યુવાનોને બચાવવા માંગતા હોય અને આપણા રાષ્ટ્રીય અધિકારો મેળવવા માંગતા હોય તો આપણે એક થવું જોઈએ.

Back to top button