સ્કૂલોમાં વેકેશન શરુ થાય તે પહેલા જ ટ્રેનો હાઉસફૂલ, ટ્રેનમાં જોવા મળ્યુ આટલુ વેઇટિંગ
તાજેતરમા જ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. અને હજુ સ્કૂલોમાં વેકેશન પડવાને પણ ધણી વાર છે. તેમ છતા અમદાવાદીઓએ અત્યારથી જ ટ્રેનોમાં બુકિંગ કરવી દીધું છે.
અમદાવાદથી રેલવે ટિકિટ માટે લાંબું વેઇટિંગ
વેકેશન પહેલા જ અમદાવાદીઓએ વેકેશનની તૈયારીઓ કરી દીધી છે. બોર્ડની પરીક્ષા પુરી થતા જ અમદાવાદમાં વેકેશન માટે બહાર જવાની તૈયારીઓ થઈ ગઈ છે. વેકેશનને હજુ ત્રણ સપ્તાહ જેટલો સમય બાકી છે તેમ છતા અત્યારથી જ અમદાવાદથી અનેક સ્થળોની રેલવે ટિકિટ માટે લાંબું વેઇટિંગ જોવા મળી રહ્યું છે.
ફેબુ્રઆરીથી જ રેલવે, એર ટિકિટ બૂક કરાવી
વિધાર્થીઓ પરીક્ષા પૂર્ણ થાય અને ઉનાળુ વેકેશન શરૂ થાય તેની રાહ જોતા હોય છે. ઉનાળાના વેકેશનમા ફરવા જવા માટે લોકોએ થોડા મહિના પહેલા જ પ્લાન બનાવી લેતા હોય છે.ઉનાળાના વેકેશન દરમિયાન લોકની અવર જવર પણ વધી જાય છે. તેના કારણે બસ,ટ્રેન અને ફ્લાઈટમાં સીટ નથી મળતી.જેથી લોકો અગાઉથી જ બુકિંગ કરાવી દેતા હોય છે. ત્યારે અમદાવાદથી અનેક સ્થળોની રેલવે ટિકિટ માટે અત્યારથી જ લાંબું વેઇટિંગ જોવા મળી રહ્યું છે.ઉનાળાના વેકેશનને લઈ તમામ ટ્રેનોમાં વેઈટિંગ લીસ્ટ લાંબુ છે. વેકેશનમાં બહાર જવા માટે અનેક લોકોએ ફેબુ્રઆરીથી જ રેલવે, એર ટિકિટ બૂક કરાવી દીધી હતી.
આ શહેર માટે સૌથા વઘારે વેઇટિંગ
ઉનાળુ વેકેશનમાં ફરવા માટે હિલસ્ટેશન અને ધાર્મિક સ્થાન પર લોકો વધારે જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે હાલની વાત કરવામાં આવે તો અત્યારે અયોધ્યા માટે પ્રવાસીઓમાં સૌથી વધારે ધસારો જોવા મળ્યો છે.અમદાવાદથી અયોધ્યા માટેનું વેઇટિંગ એપ્રિલના છેલ્લા સપ્તાહમાં 205થી પણ વધી ગયું છે. તેમજ જાણકારોનું માનીએ તો એપ્રિલના બીજા સપ્તાહ સુધીમાં અમદાવાદથી ફરવાના અનેક સ્થળે ટ્રેનનું વેઇટિંગ 400 ને પાર પહોંચી શકે તેવી શક્યતા છે.
વેકેશન નજીક આવતા આ શેહરોમાં અવર જવર વધશે
અયોધ્યા ઉપરાંત ગોરખપુર, પટણા, દિલ્હી માટે પણ વેઇટિંગ વધારે છે. બોર્ડની પરિક્ષા બાદ ૩૦ માર્ચથી અનેક ટ્રેનો હાઉસફૂલ જોવા મળી રહી છે. તેમજ જાણકારોના મતે જેમ જેમ વેકેશન નજીક આવશે તેમ અમદાવાદથી દિલ્હી, મુંબઇ, વારાણસી, કોલકાતા, ચેન્નાઇ માટેની અવર જવર વધી જશે.
જાણો કયા શહેર માટે ટ્રેનમાં કેટલું વેઇટિંગ છે ?
અયોધ્યા 205, ગોરખપુર 178 , પટણા 176 , મથુરા 178 , દિલ્હી 165, હરિદ્વાર 121 , પ્રયાગરાજ 121 , કોઝિકોડ 118 , મડગાંવ 118, બેંગાલુરુ 82, જબલપુર 75 , કોલકાતા 60
આ પણ વાંચો : સ્વચ્છતા અંગે AMCની લાલ આંખ, હવે સોસાયટીની બહાર કચરો હશે તો થશે આટલો દંડ