ટોપ ન્યૂઝબિઝનેસ

વોટ્સએપે માર્ચમાં ભારતમાં 47 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો

Text To Speech
  • જુદી – જુદી ફરિયાદોને આધારે કાર્યવાહી કરાઈ
  • ગત ફેબ્રુઆરીમાં 45 લાખ સામે કાર્યવાહી થઈ હતી
  • એકાઉન્ટ ઉપર દેખરેખ માટે ફરિયાદ સમિતિની રચના કરાઈ

મેટા-માલિકીના ડિજિટલ પ્લેટફોર્મ વોટ્સએપે માર્ચમાં ભારતમાં 47 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. ફેબ્રુઆરીમાં આ સંખ્યા 45 લાખ હતી. વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે માર્ચ 2023માં મળેલી ફરિયાદો પર કાર્યવાહી કરીને 47 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અગાઉ ફેબ્રુઆરીમાં 45 લાખ, જાન્યુઆરીમાં 29 લાખ, ડિસેમ્બરમાં 36 લાખ અને નવેમ્બર 2022માં 37 લાખ ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા હતા.

શું છે રિપોર્ટમાં?

વોટ્સએપે તેના માસિક અહેવાલમાં જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં નવી રચાયેલી ફરિયાદ અપીલ સમિતિ (GAC) તરફથી ત્રણ આદેશો મળ્યા હતા, જેનો અમલ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, 1 માર્ચથી 31 માર્ચ સુધી કુલ 47,15,906 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાંથી 16,59,385 એકાઉન્ટ પર વોટ્સએપ દ્વારા પોતાની રીતે કાર્યવાહી કરવામાં આવી હતી.

શું હોય છે વોટ્સએપ એકાઉન્ટ શરૂ – બંધ થવાની પ્રક્રિયા ?

વોટ્સએપે કહ્યું કે અમે તમામ ફરિયાદો પર કાર્યવાહી કરીએ છીએ, જો કે તે અગાઉની ફરિયાદની ડુપ્લિકેટ ન હોય. ફરિયાદના આધારે, એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવે છે અથવા અગાઉ પ્રતિબંધિત એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવામાં આવે છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના નિયમો મુજબ, 5 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ ધરાવતા મોટા ડિજિટલ પ્લેટફોર્મને દર મહિને અનુપાલન રિપોર્ટ્સ જારી કરવાની જરૂર છે. આ રિપોર્ટમાં તેમને મળેલી ફરિયાદો અને તેના પર કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપવાની રહેશે.

Back to top button