કાપડ ઉદ્યોગકારો માટેની મુવર્સ સ્કીમમાં જીએસટી અંગે સંશોધન કરાતા મૂંઝવણ ઉભી થઇ છે. જેમાં હાલના કાયદા પ્રમાણે ઇમ્પોર્ટ ડયૂટી અને જીએસટી બન્નેમાંથી રાહત મળી છે. તેમજ નવા કાયદા મુજબ સરકાર ધારે તો હવે માત્ર કસ્ટમ ડયૂટીની જ માફી આપશે. તથા કેન્દ્ર સરકારના એક પરિપત્રને લીધે ઉદ્યોગકારોની ઉંઘ ઉડી ગઇ છે.
આ પણ વાંચો: સુરત: લો બોલો, યુવતીએ સગીરને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું
નિકાસમાં વધારો થાય તે માટે મુવર સ્કીમ શરુ કરવામા આવી
કેન્દ્ર સરકાર દ્વારા કાડપઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા અને નિકાસમાં વધારો થાય તે માટે મુવર સ્કીમ શરુ કરવામા આવી છે. આ સ્કીમમાં અત્યાર સુધીના કાયદા પ્રમાણે વિદેશથી ટેક્સટાઇલ મશીનરી ઇમ્પોર્ટ કરનારા ઉદ્યોગકારોને ઇમ્પોર્ટ ડયૂટી અને જીએસટી ચુકવવામાંથી છૂટ આપવામાં આવી છે. અને જ્યારે ઉદ્યોગકાર મશીનરી વેચે ત્યારે તેને જીએસટી ચુકવવાની આવતી હતી. જેની ક્રેડિટ તેને મળવાપાત્ર હતી. જોકે હાલમાજ કેન્દ્ર સરકારના એક પરિપત્રને લીધે ઉદ્યોગકારોની ઉંઘ ઉડી ગઇ છે.
આ પણ વાંચો: પેપરની બ્લુપ્રિન્ટની ઉપેક્ષા અને કોર્સ બહારના સવાલોને લઈને વાલીમા ભારે રોષ
આજની તારીખમાં જૂના કાયદા પ્રમાણે મુવર્સ સ્કીમ ચાલુ છે
નવા પરિપત્રમાં જણાવવામાં આવ્યુ છે કે કેન્દ્ર સરકારને એવો અધિકાર આપવામાં આવ્યા છે કે જેના થકી સરકાર મુવર્સ જેવી કસ્ટમ બાઉન્ડેડ વેરહાઉસ સ્કીમમાં પરિવર્તન કરી શકે છે અને ઇમ્પોર્ટેડ મશીનરી પર ફક્ત કસ્ટમ ડયૂટીની છૂટ આપવામાં આવશે જ્યારે મશીનરી ઇમ્પોર્ટ સમયે જીએસટી વસૂલી કરી શકે છે. જોકે હાલ આ પરિપત્રનો અમલ થયો નથી. પરંતુ ઉદ્યોગકારોમાં તેને લીધે અસમંજસનો માહોલ છે. જૂના કાયદા પ્રમાણે મુવર્સ સ્કીમ યથાવત હાલ જૂના કાયદા પ્રમાણે જ મુવર્સ સ્કીમ યથાવત છે. આવનારા દિવસોમાં આ પરિપત્રનો કાયદો કઇ મશીનરીને અથવા રૉ-મટીરિયલ્સ પર લાગૂ પડશે તે સ્પષ્ટ કરવામાં આવશે. જોકે આજની તારીખમાં જૂના કાયદા પ્રમાણે મુવર્સ સ્કીમ ચાલુ છે.
આ પણ વાંચો: વડોદરામાં ATM કાર્ડ બદલીને રૂપિયા ઉપાડતા ગઠિયા સક્રિય
વિદેશથી નવી મશીનરી ઇમ્પોર્ટ પર હાલ બ્રેક
કેન્દ્ર સરકારના બજેટમાં 1 એપ્રિલથી ટેક્સટાઇલની નવી મશીનરી ઇમ્પોર્ટ કરવા પર 8.25 ટકા લેખે ઇમ્પોર્ટ ડયૂટી વસૂલવામાં આવશે. આ જોગવાઇને લીધે વેપારીઓનું બજેટ ખોરવાઇ ગયુ છે અને નવી મશીનરી ઇમ્પોર્ટ કરવા પર પણ બ્રેક લાગી છે.