ગુજરાતટોપ ન્યૂઝ

સુરત: લો બોલો, યુવતીએ સગીરને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું

સુરતમાં યુવતીએ સગીરને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું છે. તેમજ કોલેજની ફી અને સરકારી નોકરી મેળવવાના બહાને રૂપિયા 12 લાખ પણ પડાવ્યા હતા. તેથી પ્રેમમાં દગાખોરીનો ભોગ બનેલા પીડિતની યુવતી સામે પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી છે. જેમાં બેવફા પ્રેમિકા પ્રિયા સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવા માંગ કરી છે.

આ પણ વાંચો: પેપરની બ્લુપ્રિન્ટની ઉપેક્ષા અને કોર્સ બહારના સવાલોને લઈને વાલીમા ભારે રોષ

12 લાખ પડાવી યુવતીએ દગો કર્યો

સામાન્ય રીતે સગીર વયની છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવાના કિસ્સા પોલીસ ચોપડે નોંધાતા હોય છે. શહેરમાં પ્રકાશમાં આવેલા એક વિચિત્ર કિસ્સામાં કતારગામના સગીરને અડાજણની યુવતીએ પ્રેમજાળમાં ફસાવી અમદાવાદ-ગાંધીનગરની હોટલોમાં લઇ જઇ શરીર સંબંધ બાંધ્યા હતા. 12 લાખ પડાવી યુવતીએ દગો કરતા આખરે ભોગ બનનારે ન્યાય માટે પોલીસ સમક્ષ ધા નાંખી છે.

આ પણ વાંચો: વડોદરામાં ATM કાર્ડ બદલીને રૂપિયા ઉપાડતા ગઠિયા સક્રિય

બંને વચ્ચે સોશિયલ મીડિયા પર ચેટિંગ શરૂ થયું

મળતી વિગતો પ્રમાણે કતારગામ ખાતે રહેતો મનીષ (નામ બદલ્યું છે) હાલ 23 વર્ષનો છે. વર્ષ 2015માં તેની ઊંમર 15 વર્ષની હતી ત્યારે એક સમૂહ લગ્નમાં અડાજણની પ્રિયા (નામ બદલ્યુ છે) નામની યુવતી સાથે તેની મુલાકાત થઇ હતી. ત્યારબાદ વતનમાં પણ એક સામાજીક પ્રસંગમાં ભેટો થતા પ્રિયાએ મનીષ પાસે મોબાઇલ નંબર માંગ્યો હતો. એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે થયા બાદ બંને વચ્ચે સોશિયલ મીડિયા પર ચેટિંગ શરૂ થયું હતુ.

આ પણ વાંચો: છબરડો: ધો.12 સાયન્સ-કોમર્સના આ પેપરમાં 5 પ્રશ્નો એક જેવા જ 

આ સમગ્ર કિસ્સો શહેરમાં ચર્ચાસ્પદ બન્યો

નિયમિત ચેટિંગ ઉપરાંત તેઓ દરરોજ ફોન પર વાત પણ કરતા થઇ ગયા હતા. પ્રિયાએ ફોન પર જ મનીષ સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો. પ્રિયાથી પોતે ચાર વર્ષ નાનો હોય મનીષે પ્રેમનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. ત્યારબાદ પ્રિયા મનિષ સાથે મુવી જોવા થિએટરમાં ગઇ હતી. અહીં પણ ચાલું થિએટરમાં પ્રિયાએ પોતાની મારકણી અદાઓથી મનીષને ફોસલાવવાની કોશિશ કરી હતી અને બાદમાં મનિષને કીસ કરી લીધી હતી.

એલફેલ બોલી ખોટાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

ત્યારબાદ પ્રિયાએ લગ્નની વાત કરી મનિષને ગાંધીનગર અને અમદાવાદ બોલાવી અહીંની હોટલોમાં લઇ જઇ વારંવાર મનિષ સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જોકે, પ્રિયાએ બાદમાં દગો કર્યો હતો. અન્ય યુવક સાથે તેણીએ લગ્ન કરી લીધા હતા. મનિષે આ બેવફાઇ અંગે વાત કરી તો પ્રિયાએ એલફેલ બોલી ખોટાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પ્રિયાએ કોલેજની ફી ભરવાના બહાને અને સરકારી નોકરી મેળવવાના બહાને મનિષ પાસે રૂપિયા 12 લાખ પણ પડાવી લીધા હતા.

મનિષે પ્રિયા પાસે પૈસા માંગ્યા તો તેણી અપશબ્દો બોલી ધાકધમકી આપતી હતી. પ્રિયાએ રૂપિયા પડાવવા મનિષ સાથે પ્રેમનું નાટક કર્યું હતું અને બાદમાં તેનું શારિરીક શોષણ કર્યું હતું. પ્રેમમાં દગાખોરી અને શારીરિક શોષણનો ભોગ બનેલો મનિષ ડિપ્રેશનમાં મુકાઇ ગયો છે. મનિષે ન્યાય માટે પોલીસ કમિશનરને ફરિયાદ કરી બેવફા પ્રેમિકા પ્રિયા સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવા માંગ કરી છે. આ સમગ્ર કિસ્સો શહેરમાં ચર્ચાસ્પદ બન્યો છે.

Back to top button