કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

દરિયાઇ સીમા સુરક્ષાને લઇ નિરીક્ષણ : ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી બેટ દ્વારકા પહોંચ્યા

Text To Speech

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દેવભૂમી દ્વારકાની મુલાકાતે પહોંચી ગયા છે. અહી મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી મેગા ડિમોલીશનના સ્થળોની મુલાકાત લીધી હતી.

ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી-humdekhengenews

 

ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી બેટ દ્વારકાની મુલાકાતે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દેવભૂમી દ્વારકાની મુલાકાતે આવી પહોંચ્યા છે.રાષ્ટ્રવિરોધી પ્રવૃતિની કથિત આશંકા વચ્ચે રાજય સરકારે થોડા દિવસ પહેલા જ બેટદ્વારકા, હર્ષદ, નાવદ્રા બંદર, ભોગાત બંદર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ખડકાયેલા દબાણોનું મોટા પાયે ડીમોલીશન કર્યું હતું. ત્યારે તેઓ તેમની આ મુલાકાત દરમિયાન મેગા ડિમોલીશનના સ્થળોની મુલાકાતે આવી પહોંચ્યા છે . અને બેટ દ્વારકામાં અને હર્ષદના દબાણો હટાવાયા તે સ્થળનું નિરિક્ષણ કર્યું હતું.

ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી-humdekhengenews

 

દબાણ હટાવાયેલ સ્થળોનું નિરિક્ષણ

મહત્વનું છે કે રાજયના દરિયાકાંઠાના ક્ષેત્રોમાંથી અનેક વખત પકડાતા ડ્રગ્ઝ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃતિની આશંકા વચ્ચે છેલ્લા દિવસોમાં દ્વારકા જેવા વિસ્તારોમાં મોટાપાયે ડીમોલીશન જેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરકારની આ પ્રકારની કાર્યવાહી કરીને દરીયાઇ સુરક્ષાને મજબુત બનાવવીના પ્રયત્નો કરી રહી છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહપ્રધાન હર્ષ સંઘવી બેટ દ્વારકાની મુલાકાતે છે તેઓ બપોરે હેલીકોપ્ટર મારફત દ્વારકા આવી પહોંચ્યા છે. અહી તેઓ દબાણ હટાવાયેલ સ્થળોનું નિરિક્ષણ કરીને યાત્રાધામ હર્ષદ માતાજીના દર્શનાર્થે પણ જનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : Narendra Modi Stadium માં જવાના હોય તો આટલું ખાસ વાંચો, આ વસ્તુઓ સાથે નહી લઈ જઈ શકો

Back to top button