ગુજરાતસ્પોર્ટસ

Narendra Modi Stadium માં જવાના હોય તો આટલું ખાસ વાંચો, આ વસ્તુઓ સાથે નહી લઈ જઈ શકો

Text To Speech

જો તમે પણ Narendra Modi Stadium માં મેચ જોવા જવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો પહેલાં આટલુ વાંચી લેજો. જો આ માહિતી મેળવ્યા વિના તમે સ્ટેડિયમમાં પહોંચશો તો તમારે ધક્કો ખાવાનો વારો આવશે. કેમ કે સ્ટેડિયમમાં અમુક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે.

IPLની પ્રથમ મેચને લઈને લોકોમાં ઉત્સાહ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે 31 માર્ચના રોજ IPL T-20 ટૂર્નામેન્ટ અંતર્ગત ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. ત્યારે આ મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આઈપીએલની પ્રથમ મેચની ટિકિટ વેચાઈ ચૂકી છે.ત્યારે તમે પણ આ મેચ જોવા માટે જતા હોય તો તમે અમુક વસ્તુઓ સાથે લઈ નહીં જઈ શકો.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ-humdekhengenews

આ વસ્તુઓ પર છે પ્રતિબંધ

તાજેતરમાં ગુજરાત ટાઈટન્સે ટ્વિટ એક ટ્વિટ કર્યું છે.જેમાં અમુક વસ્તુઓ સાથે નહી લઈ જઈ શકાય તે અંગે માહીતી આપવામાં આવી છે. જેમાં પાવર બેંક, સિગારેટ લાઈટર, સેલ્ફી સ્ટિક, વુડન સ્ટિક, તિક્ષ્ણ હથિયાર, બેગ કે થેલો,બોટલ, છત્રી, કેમેરો, હથિયાર તેમજ તમે કોઈ પણ જાતનું ફુડ સ્ટેડિયમની અંદર લઈ જઈ શકશો નહિ.

પ્રથમ મેચની ટિકિટનું બુકિંગ

મહત્વનું છે કે IPLમાં 7 મોટી મેચો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે આ IPLને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. IPL 2023 વિશ્વના આ સૌથી મોટા ક્રિકેટ મેદાન પર શરૂ થવા જઈ રહી છ. અને આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો આવશે.આઈપીએલની પ્રથમ મેચની ટિકિટનું બુકિંગ થઈ ચૂક્યું છે.જ્યારે કેટલીક મેચ માટેનું બુકિંગ જે તે સમયે શરુ થશે.

આ પણ વાંચો : કેદારનાથ ધામ માટે 1 એપ્રિલથી હેલિકોપ્ટર સેવાનું બુકિંગ થશે શરૂ , આ રીતે કરો ટિકિટ બુક

Back to top button