ઘર-ઘર સુધી દરેક રસોડામાં પહોંચનાર એક લોકપ્રિય મસાલાની બ્રાન્ડ MDH એટલે કે ‘મહાશિયાં દી હટ્ટી‘ , જેના સ્થાપક શ્રી ધર્મપાલ ગુલાટી હતા. ટીવી કોમર્શિયલ ધર્મપાલ ગુલાટીને દેશમાં એક અલગ ઓળખ અપાવી હતી. માથે પાઘડી અને મોટી સફેદ મૂછો સાથે તે તેની મસાલા બ્રાન્ડ MDHનો પ્રચાર કરતા હતા. તેમનું ચિત્ર લગભગ દરેકમાં મગજમાં અંકિત થઇ ગયું છે. આજે મહાશય ધર્મપાલ ગુલાટીની 100મી જન્મજયંતી છે. ડિસેમ્બર 2020માં 98 વર્ષની વયે તેમનું નિધન થઇ ગયું હતું. તેમને ‘MDH અંકલ’, ‘દાદાજી’, ‘મસાલા કિંગ’, અને ‘કિંગ ઓફ સ્પાઈસ’ જેવા નામોથી પ્રખ્યાત હતા. મસાલા કિંગ મહાશય ધર્મપાલ ગુલાટીએ એક નાની દુકાનથી પોતાના બિઝનેસનું શરૂઆત કરી હતી અને તેને મોટી બ્રાંડ બનાવી દીધી હતી.
MDHની જાહેરાતમાં કોણ દેખાય છે?
મહાશય ધર્મપાલ ગુલાટીના નિધન પછી MDH બ્રાંડને આગળ ચાલુ રાખવી તે એક મુશ્કેલી હતી. એ સિવાય એક બીજો પણ મોટો પ્રશ્ન એ હતો કે MDHની જાહેરાતમાં ધર્મપાલ ગુલાટી પછી તેમની જગ્યા કોણ લેશે? જો તમે MDHની અત્યારની જાહેરાતમાં ધ્યાનથી જોયું હશે તો તેમાં એક બીજો ચહેરો જોવા મળશે. તમને જણાવી દઈએ કે તાજેતરની MDH મસાલાની જાહેરાતમાં જોવા મળતો ચહેરો બીજો કોઈ નહી પરંતુ સ્વર્ગસ્થ ધર્મપાલ ગુલાટીનો પુત્ર રાજીવ ગુલાટીનો છે. MDHના નવી જાહેરાતમાં રાજીવ ગુલાટી જોવા મળે છે.
આ પણ વાંચો : અસરકારક ઉકાળો બનાવવા મસાલાઓનો સાચું પ્રમાણ જરૂરી છે, નહિ તો પહોંચે છે નુકસાન
રાજીવ ગુલાટીએ સંભાળ્યો બિઝનેસ
ધર્મપાલ ગુલાટીના નિધન પછી MDH મસાલાનો બિઝનેસ પુત્ર રાજીવ ગુલાટીએ સંભાળી લીધો છે. આજે ભારતમાં તે સૌથી મોટા ઉત્પાદકો અને બ્રાન્ડેડ મસાલાઓમાંથી એક છે. ધર્મપાલ ગુલાટીએ કંપનીને એ હદ સુધી આગળ વધારી કે તે એક ઘરેલું નામ અને ચહેરો બની ગયો જેને દરેક ઘરમાં ઓળખવામાં આવે છે. કંપની માત્ર ભારતમાં જ નહી પરંતુ અમેરિકા, કેનેડા, યુરોપ, UK, દક્ષિણ પૂર્વ એશિયા અને જાપાનમાં પોતાનો મસાલાની નિકાસ કરે છે.
આ પણ વાંચો : અંકલેશ્વર અને નવસારીમાં મસાલાના ઉત્પાદકો, વેચાણકર્તાઓને ત્યાં દરોડા
MDH આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચ્યું
રાજીવ ગુલાટી MDHના સ્થાપક અને CEO ધર્મપાલનો પુત્ર છે. તે ઘણા સમયથી કંપની સાથે જોડાયેલ છે અને તેણે MDH મસાલાને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડવાનો શ્રેય આપવામાં આવે છે. રાજીવ ગુલાટીએ શારજાહમાં કંપનીના નવા ઉત્પાદક યુનિટની સ્થાપનામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. હાલમાં રાજીવ ગુલાટી MDHના મેનેજિંગ ડિરેક્ટર (MD) છે. પિતા ધર્મપાલ ગુલાટીના નિધન પછી તેમણે MDHના બિઝનેસને સંભાળી લીધો છે.
આ પણ વાંચો : પાન-મસાલાએ વધારી બોલીવુડ સ્ટાર્સની મુશ્કેલીઃ અમિતાભ, રણવીર, અજય અને શાહરૂખ વિરુદ્ધ FIR
ભારત-પાકિસ્તાન ભાગલા સમયે ભારત આવ્યા હતા ધર્મપાલ ગુલાટી
ધર્મપાલ ગુલાટીનો જન્મ 1927માં પાકિસ્તાનના શિયાલકોટ ખાતે થયો હતો. તેઓના પિતાએ વર્ષ 1919માં પાકિસ્તાનના શિયાલકોટ ખાતે મસાલાનો નાનો એવો બિઝનેસ શરૂ કર્યો હતો. ધર્મપાલ ગુલાટી નાની ઉંમરમાં જ પિતા સાથે મસાલાની દુકાને બિઝનેસમાં જોડાઈ ગયો હતા. તેઓએ ધોરણ 5 સુધી અભ્યાસ કરીને શાળા છોડી દીધી હતી. ત્યારબાદ 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે તેઓ ભારત આવી ગયા હતા. એ સમયે તેમની પાસે માત્ર 1500 રૂપિયા જ હતા.
આ પણ વાંચો : ‘સક્સેસ સ્ટોરી’ કાંટાળી વનસ્પતિમાંથી કરોડોનું ટર્નઓવર કરતા રાજ શાહ….
કરોલબાગમાં પહેલી દુકાન ખોલી
શરૂઆતમાં જીવનનિર્વાહ માટે નાના-મોટા કામ કર્યા. 650 રૂપિયામાં ઘોડાગાડી ખરીદીને નવી દિલ્હી રેલવે સ્ટેશનથી કુતુબ રોડની વચ્ચે ઘોડેગાડી પણ ચલાવી. આવી રીતે પૈસા ભેગા કરીને દિલ્હીના કરોલ બાગમાં એજ નામે દુકાન ખોલી જે નામથી પાકિસ્તાનના શિયાલકોટમાં તેમના પરિવાર બિઝનેસ કરતા હતા. ત્યાંથી MDHની શરૂઆત થઇ હતી. વર્ષ 1959માં MDHને કંપની સ્વરૂપે નોંધણી કરવામાં આવી.
આ પણ વાંચો : Google : સેવા મફત હોવા છતાં કઈ રીતે આવક અબજોમાં,જાણો શું છે બિઝનેસ મોડલ
આજે ભારત અને દુબઈમાં મસાલાની 18 ફેક્ટરીઓ છે. આ ફેક્ટરીઓમાં તૈયાર થતો મસાલો સમગ્ર વિશ્વમાં પહોંચે છે. MDHના 62 પ્રોડક્ટ્સ છે. કંપની ઉત્તર ભારતમાં 80 ટકા બજારમાં પોતાનો કબજો હોવાનો દાવો કરે છે. આમ આવી રીતે ભારત સહિત વિશ્વના અનેક દેશમાં પોતાનો બિઝનેસ ચાલી રહ્યો છે. જે એક ઘોડાગાડીથી આજે આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચ્યો અને 18 ફેક્ટરીઓ પહોંચ્યો.