નડિયાદનો યુવાન OLX પરથી નોકરી મેળવવા જતા બે વાર છેતરાયો છે. જેમાં એરલાઈન્સમાં ડ્રાઈવરની જોબનું કહી રૂ.14 હજાર પડાવ્યા હતા. તેમાં આ મામલે નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: બરવાળા: લો બોલો નગરપાલિકા દ્વારા PGVCL કચેરીને સીલ કરાઈ
નોકરી મેળવવા જતા બે વાર છેતરાયો
નડિયાદનો 26 વર્ષીય યુવાન ઓએલએક્સ પર આવેલ નોકરીની જાહેરાતમાં આપેલ કોન્ટેક્ટ નંબર પર કોલ કરી નોકરી મેળવવા જતા બે વાર છેતરાયો હતો. પારલે એગ્રો અને ઈન્ડીગો એરલાઈન્સમાં ડ્રાઈવરની જોબ આપવાનું કહી યુવાન પાસેથી ઠગોએ 14 હજાર પડાવી લીધા હતા.
આ પણ વાંચો: પોસ્ટઓફિસમાં આધારકાર્ડનો મોબાઈલ નંબર અપડેટ અને લિંક કરી શકાશે
નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
નડિયાદ મંજીપુરા રોડ પર કર્મવીરમાં રહેતા દેવેન્દ્રભાઈ રામીના મોબાઈલમાં ગત તા.15મી માર્ચ 2023ના રોજ ઓએલએક્સ પર પારલે એગ્રો કંપનીમાં ડ્રાઈવરની જોબ માટે વેકન્સી હોય આપેલ નંબર પર દેવેન્દ્રભાઈએ ફોન કર્યો હતો. સામેની વ્યક્તિએ તમને જોબ મળી જશે તમારે 750 મોકલવા પડશે. બાદમાં રુ.2250 આપશો બાદમાં કોલ લેટર મળશે. ફરીથી આ વ્યક્તિએ પાંચ હજાર માંગતા દેવેન્દ્રભાઈને ઓનલાઈન ફ્રોડ થયાનું જણાયું હતું. બાદ 20મી તારીખે OLX પર ઈન્ડીગો એરલાઈન્સ નામના પેજમાં ડ્રાઈવરની જોબ ખાલી હોવાની જાહેરાત આવી હતી.
જેમાં પ્રથમ રૂ.2550 ગુગલ પે કરાવ્યા હતા. બાદ તમારૂ સિલેકશન થઈ ગયું છે. વડોદરા એરપોર્ટ પરથી ફોન આવશે તેમ કહી 8500 જમા કરાવ્યાથી એન્ટ્રી ગેટ પાસ મળશે. ચાર દિવસની ટ્રેનીંગ બાદ પૈસા પરત મળી જશે તેમ કહ્યા બાદ ફરીથી 10 હજાર માંગ્યા હતા. જોકે ફરી ઓનલાઈન ફ્રોડ થયાનું જણાતા દેવેન્દ્રભાઈએ વધુ પૈસા ન ભરી આ મામલે નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.