અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

મેચની ટિકિટની કાળાબજારી : 1 હજાર રૂપિયાની ટિકિટ 2900 રૂપિયામાં વેચતા શખ્સનો પર્દાફાશ

Text To Speech

આગામી 31 માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની શરૂઆત થવા જઈ રહી છે.ત્યારે આ ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા જ કાળાબજારીયા સક્રિય થયેલા જોવા મળ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 31મી માર્ચે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે. ત્યારે આ મેચની ટિકિટની કાળાબજારી કરનાર શખ્શ LCBની ઝપેટમાં આવ્યો છે.

ટિકિટની કાળા બજારી કરતો શખ્સ ઝડપાયો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે 31 માર્ચના રોજ IPL T-20 ટૂર્નામેન્ટ અંતર્ગત ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ યોજાવાની છે. ત્યારે આ મેચની રૂ.1000ની ટિકિટ બુક કરીને તેને રૂ.2900માં વેચનારા કાળાબજારીયાને LCBની ટીમે પકડી લીધો છે. જેની પાસેથી મેચની 20 ટિકિટો મળી આવી હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ-humdekhengenews

આરોપી પાસેથી થી મેચની 20 જેટલી ટિકિટ મળી

જાણકારી મુજબ , LCBની ટીમ ઝોન-2માં પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 31મી માર્ચે રમાવાની મેચની ટિકિટ ઓનલાઈન ખરીદીને તેને વધારે ભાવમાં વેચવામાં આવી રહી છે. જેમાંથી એક શખ્સ ચાંદખેડા ઝુંડાલ સર્કલ પર ઊભો છે. આ બાતમીને આધારે LCBની ટીમે વોચ રાખી અને ટિકિટની કાળા બજારી કરતા બ્રિજેશ કાપડિયા નામના શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સ પાસેથી મેચની 20 જેટલી ટિકિટ મળી આવી હતી.આ આરોપી ચાંદખેડાના વૃંદાવન ગોદરેજ ગાર્ડન સિટીમાં રહે છે.

પોલીસે હાથ ધરી વધુ પુછપરછ

આરોપીની પોલીસ દ્વારા પુછપરછ કરાતા તેણે જણાવ્યું હતુ કે , ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચેચની મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાક લોકો ટિકિટ નહી મળવાને કારણે તેના પાસેથી વધારે પૈસા આપીને પણ આ ટિકિટ ખરીદશે તેમ વિચારીને તેને ઓનલાઈન ટિકિટો બુક કરાવી હતી. અને તેને રુ. 1000ની ટિકિટ ખરીદીને તેને રૂ.2900માં વેચીને ટિકિટ દીઠ 1900 રૂપિયાનો નફો મેળવવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને આરોપીએ ઓનલાઈનમાં કેટલી ટિકિટ ખરીદી અને કેટલા લોકોને બ્લેકમાં વેચી છે તે અંગે વધુ પુછપરછ કરી રહી છે.

આ પણ વાંચો : ધનબાદમાં મોટી દુર્ઘટનાઃ ગ્લાઈડર ઉડતાની સાથે જ તૂટી પડ્યું,પાઈલટ સહિત બે ગંભીર

Back to top button