ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ગૌશાળા પાંજરાપોળોને સહાય માટે ડીસામાં બેઠક યોજાઇ

Text To Speech

પાલનપુર: ડીસા તાલુકામાં આવેલી 13 ગૌશાળા પાંજરાપોળના સંચાલકોની બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના સહાય બાબતે ચર્ચા થઈ હતી. અને સરકાર તાત્કાલિક સહાય ચૂકવે તે માટે તંત્રમાં રજૂઆત કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લામાં ગૌમાતા પોષણ યોજના સહાયના પ્રથમ તબક્કામાં 30 દિવસની સહાય અને બીજા તબબકમાં 62 દિવસના ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર સહિત ત્રણ માસની સહાયની રકમ મોટાભાગની સંસ્થાઓને ચૂકવાઈ ગઈ છે પણ કેટલીક સંસ્થાઓને બીજા તબક્કાની સહાય ચૂકવાઈ નથી, કારણ કે સંસ્થા દ્વારા જરૂરી દસ્તાવેજો તમજ CCTV કેમેરા લગાવવામાં વિલંબ કરવાથી તેઓને સહાય ચૂકવાઈ નથી.

અનેક સંસ્થાઓને હજુ બીજા તબક્કાની સહાય મળી નથી

બેઠક-humdekhengenews

જે બાકી દસ્તાવેજો અને CCTV લગાવી દેવાથી ત્રીજા તબ્બકામાં ચૂકવાઈ જશે. પરંતુ નિયમોઅનુસર માંગેલા દસ્તાવેજો અને જરૂરી સૂચનાનું પાલન અમુક સંસ્થાઓ દ્વારા મોડું કરવાથી બાકીની સંસ્થાઓને પણ સહાય મળવામાં વિલંબ થયેલ છે. અને આ વખતે ત્રીજા તબક્કાની જાન્યુઆરી,ફેબ્રુઆરી અને માર્ચ સહાયની રકમ 31 માર્ચ પહેલા દરેક સંસ્થાઓને ચુકવણી કરવાની હોઈ દરેક આ વખતે દરેક સંસ્થાઓને સમયસર જરૂરી દસ્તાવેજો અને સૂચના મુજબની કામગીરી પૂર્ણતા માટે આજે ડીસા તાલુકાના પશુ ચિકિત્સક દ્વારા ડીસા ની 13 સંસ્થાઓ સાથે મીટીંગ રાખવામાં આવી હતી.

બેઠક-humdekhengenews

એક સાથે તમામ સંસ્થાઓની અરજી મેળવી તેમાં જરૂરી વિગતો પૂરી કરી સહાય માટે અલગ બેંક એકાઉન્ટ ખોલાવી તેની વિગત 2 દિવસ સુધીમાં જમા કરાવવા સુચના આપવામાં આવી હતી. જેથી ડીસા તાલુકાની તમામ સંસ્થાઓની નિયમસર તમામ માહિતી મેળવી આગળની કાર્યવાહી સરળ બની શકે અને ઝડપથી સહાય મળી શકે.

આ પણ વાંચો :અમૃતપાલ સિંહની નવી તસવીર સામે આવી, મોટર વાહનમાં બાઇક લઈને જતો જોવા મળ્યો

Back to top button