ટ્રેન્ડિંગધર્મ

ચૈત્ર નવરાત્રિમાં કરો રાશિ અનુસાર ઉપાયઃ માં દુર્ગા કૃપા વરસાવશે

ચૈત્ર નવરાત્રી 22 માર્ચથી શરૂ થઇ ચુકી છે. હાલમાં ભક્તો પાસે માતા રાનીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સારો મોકો છે. નવરાત્રિના નવ દિવસ માતા દુર્ગાના નવ સ્વરુપોની પુજા કરવામાં આવે છે. સૌભાગ્યમાં વૃદ્ધિ માટે માતાની કામના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે સાચા મનથી નવરાત્રિમાં કરાયેલી માતા લક્ષ્મીની પુજાનો વિશેષ લાભ મળે છે અને માં તમામ મનોકામના પુર્ણ કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં નવરાત્રિનું મહત્ત્વ જણાવતા રાશિ અનુસાર કેટલાક ઉપાયો કરવાનું સુચવાયુ છે. જો નવરાત્રિમાં આ રીતે માંની પુજા-અર્ચના કરશો તો માતા રાનીની વિશેષ કૃપા મળશે અને ગ્રહ-નક્ષત્રનું પણ શુભ ફળ પ્રાપ્ત થશે. આવો જાણો રાશિ અનુસાર કયા ઉપાયો કરવા જોઇએ.

ચૈત્ર નવરાત્રિમાં કરો રાશિ અનુસાર ઉપાયઃ માં દુર્ગા કિસ્મત બદલશે hum dekhenge news

મેષઃ તમારે લાલ રંગના ફૂલો જેવા કે હિબિસ્કસ, લાલ કમળ, લાલ ગુલાબ વગેરેથી મા સ્કંદમાતાની પૂજા કરવી જોઈએ. શ્રી દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. ત્યારબાદ માતાને દુધમાંથી બનાવેલી મીઠાઇ અથવા ખીરનો ભોગ લગાવો.

વૃષભઃ આ રાશિના લોકોએ સફેદ રંગના ફૂલોથી મા મહાગૌરીની પૂજા કરવી જોઈએ. પૂજા સમયે લલિતા સહસ્ત્રનામ અથવા સપ્તશ્લોકી દુર્ગા ચાલીશાનો પાઠ કરો. આમ કરવાથી તમારી ઇચ્છાઓ પુર્ણ થશે.

ચૈત્ર નવરાત્રિમાં કરો રાશિ અનુસાર ઉપાયઃ માં દુર્ગા કિસ્મત બદલશે hum dekhenge news

મિથુન: આ રાશિના લોકોએ મા બ્રહ્મચારિણીની પૂજા કરવી જોઈએ. મા બ્રહ્મચારિણીને પીળા રંગના ફૂલ ચઢાવો. તાર કવચનો પાઠ અથવા અર્ગલા સ્ત્રોતનો પાઠ કરો. આ તમારા માટે ફાયદાકારક બની શકે છે.

કર્કઃ આ રાશિના લોકો નવરાત્રિના દરેક દિવસ માં ગૌરીની આરાધના કરે. માતાને દહીં. ભાત અને પતાશાનો ભોગ લગાવે. મા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવી જોઈએ. લક્ષ્મી સહસ્ત્રનામનો પાઠ તમારી પ્રગતિમાં મદદરૂપ થશે. આ ઉપરાંત પીપળના ઝાડ નીચે તેલનો પંચમુખી દીપક પ્રગટાવો. આમ કરવાથી ધનધાન્યમાં પણ વૃદ્ધિ થશે.

સિંહઃ આ રાશિના જાતકોએ નારંગી અને લાલ રંગના ફૂલોથી મા કુષ્માંડાની પૂજા કરવી જોઈએ. તમારી રાશિનો સ્વામી સૂર્ય છે. તમે મા કુષ્માંડાની પુજા કરો. રોજ આરતી ઉતારો. રોજ દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. આમ કરવાથી અટકેલા કાર્યો આગળ વધશે.

ચૈત્ર નવરાત્રિમાં કરો રાશિ અનુસાર ઉપાયઃ માં દુર્ગા કિસ્મત બદલશે hum dekhenge news

કન્યાઃ તમારી રાશિના લોકોએ મા બ્રહ્મચારિણીની પૂજા કરવી જોઈએ. પૂજામાં પીળા રંગના ફૂલોનો ઉપયોગ કરવો શુભ રહેશે. લક્ષ્મી મંત્રોના જાપથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. સવાર સાંજ તમે ગાયત્રી મંત્રના જાપ પણ કરી શકો છો.

તુલા: આ રાશિના લોકો નવરાત્રિમાં દુર્ગામાતાના મહાગૌરી સ્વરૂપની આરાધના કરે અને માતાને રોજ લાલ ચુંદડી ચઢાવે. પૂજામાં સફેદ રંગના ફૂલોનો ઉપયોગ કરો. શ્રી કાલી ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.

વૃશ્ચિકઃ આ રાશિના જાતકોએ માતા સ્કંદમાતાની પૂજા કરવી જોઈએ. તેમને લાલ રંગના ફૂલ અર્પણ કરો. સાથે સાથે નવ દિવસ સુધી મંગળા સ્ત્રોતનો પાઠ કરો અને લવિંગ તેમજ કપૂરથી માતાની આરતી ઉતારો.

ધનઃ ધન રાશિના લોકોએ નવરાત્રિ દરમિયાન પીળા રંગના ફૂલોથી મા ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવી જોઈએ. સાથે સાથે દુર્ગા સપ્તશતી કે કુંજિકા સ્તોત્રનો પાઠ કરે.

ચૈત્ર નવરાત્રિમાં કરો રાશિ અનુસાર ઉપાયઃ માં દુર્ગા કિસ્મત બદલશે hum dekhenge news

મકરઃ આ રાશિના જાતકોએ કાત્યાયની માતાની પૂજા કરવી જોઈએ. માતારાણીને લાલ ગુલાબ અને હિબિસ્કસના ફૂલ અર્પણ કરો. મા કાત્યાયનીના આશીર્વાદથી તમારા દરેક કાર્ય સફળ થશે. નારિયેળની બરફીનો ભોગ લગાવો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.

કુંભઃ આ રાશિના જાતકો માં કાલરાત્રિની પુજા કરે અને દેવી કવચનો પાઠ કરે. હલવાનો ભોગ માતાને ધરાવે. આ રાશિના જાતકો નારિયેળના કઠોર આવરણમાં ઘી નાંખીને માતા કાલરાત્રિ આગળ પ્રગટાવે. તેનાથી તમામ સમસ્યાઓ દુર થશે.

મીનઃ મીન રાશિના જાતકો માં ચંદ્રઘટાની પુજા કરે અને રોજ નૈવેધમાં કેળા અને પીળા ફુલ અર્પિત કરે, સાથે હળદરની માળામાંથી માં બગલામુખીના મંત્રનો જાપ કરે.

આ પણ વાંચોઃ પાલનપુર : ચૈત્ર નવરાત્રિના અવસરે અંબાજી ખાતે મંત્રી હળપતિએ માતાજીના કર્યા દર્શન

Back to top button