વર્ષ 2011ની ગ્રામ્ય વસ્તી માપદંડ મુજબ રાજ્યમાં જરૂરિયાત કરતા આટલા વધારે PHC કેન્દ્ર કાર્યરત
ગુજરાતના છેવાડાના માનવી સુધી સ્વાસ્થ્યની સુવિધા આપવી એ સરકારની જવાબદારી છે. આ માટે રાજ્યમાં આરોગ્ય મંત્રાલય ચિંતા કરતુ હોય છે. ગુજરાત વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે ત્યારે સરકારને અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. ત્યારે આજે આરોગ્ય વિભાગને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જે અંતર્ગત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપતા આંકડા જાહેર કર્યા હતા. રાજ્યમાં કેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC)ની જરૂરિયાત છે અને હાલમાં કેટલા કાર્યરત છે તે વિશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ પ્રમાણે જવાબ આપ્યો.
આ પણ વાંચો : ગુજરાતમાં આરોગ્ય સેવાઓનું પણ ડિજિટલાઈઝેશન, જાણો શું થશે દર્દીઓને ફાયદો
આટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) કાર્યરત
ગુજરાત વિધાનસભામાં આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો હતો કે વર્ષ 2011ની ગ્રામ્ય વસ્તીના માપદંડ મુજબ રાજ્યમાં 1426 PHC જરૂરિયાતની સામે હાલમાં 1499 PHC કાર્યરત છે એટલે કે 73 PHC જરૂરિયાત કરતા વધારે કાર્યરત છે.
આ પણ વાંચો : અદાણી આરોગ્ય સેવા ક્ષેત્ર એન્ટ્રી મારવાનાં મુડમાં, કરી રહ્યા છે આવી તૈયારી
આટલા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) કાર્યરત
ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2011ની ગ્રામ્ય વસ્તીના માપદંડ મુજબ રાજ્યમાં 365 સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC)ની જરૂરિયાત સામે હાલમાં એક પણ ઘટ નથી અને તમામ CHC દર્દીની સેવામાં કાર્યરત છે.
આ પણ વાંચો : આરોગ્ય મંત્રીએ 108 સિટીઝન મોબાઇલ એપ લોન્ચ કરી, જાણો શું છે તેની વિશેષતા
આ જિલ્લા જરૂરિયાત કરતા વધુ PHC-CHC
વિધાનસભા અપાયેલ જવાબમાં મહેસાણા જિલ્લાની વાત કરીએ તો 2011ની ગ્રામ્ય વસ્તીના માપદંડની સ્થિતિ પ્રમાણે 50 PHC ની સામે 63 કાર્યરત છે જયારે 14 CHCની જરૂરિયાત સામે 19 કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં 55ની સામે 56 PHC જ્યારે 14ની સામે 18 CHC દર્દીઓની સેવામાં કાર્યરત છે. અમરેલી જિલ્લમાં 38ની સામે 42 PHC તેમજ 9 ની સામે 13 CHC કાર્યરત છે. પાટણ જિલ્લામાં 50 ની સામે 54 PHC, જ્યારે 13 ની સામે 17 CHC હાલમાં દર્દીઓની સેવામાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું છે.