ગુજરાત

ઉનાળો શરુ થતાની સાથે કુદરતી રીતે ફ્રિઝ જેવુ ઠંડુ પાણી આપતા માટલાનું વેચાણ વધ્યું

ઉનાળાની શરુઆત થતા જ લોકો આકરી ગરમી અનુભવી રહ્યા છે. ઉનાળામાં લોકો ઠંડું પાણી પીવાનું પસંદ કરતા હોય છે. જેથી હાલ ઉનાળાની શરુઆત થતા જ માટસાની ખરીદી માટે ઉમટી પડ્યા છે.

માટલાના વેચાણમાં થયો વધારો

ઉનાળાની શરુઆત થાય એટલે માટલાની બોલબાલા વધી જાય છે ઉનાળામાં લોકો મોટા પ્રમાણમાં માટલાની ખરીદી કરતા હોય છે. માટલાનું પાણી પીવાના અનેક ફાયદા પણ છે. જેના કારણે અનેક લોકો માટલાનું પાણી પીવાનું પસંદ કરતા હોય છે. ત્યારે લોકો માટલાનું મહત્વ સમજીને તેની ખરીદી પણ કરી રહ્યા છે. જેથી બજારમાં માટલાના વેચાણમાં વધારો થયો છે.

માટલાનું પાણી પીવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા

કુદરતી રીતે ઠંડા પાણીના બદલે કૃત્રિમ રીતે ઠંડું થયેલું પાણી પીવાથી અનેક પ્રકારની તકલીફો ઉભી થતી હોય છે. ત્યારે માટીમાંથી બનાવેલા માટલામાંથી પાણી પીવાથી અનેક ફાયદા સાથે આરોગ્યની જાળવણી પણ થાય છે. જેથી લોકો માટલાનું પાણી પીવાનું વધારે પસંદ કરતા હોય છે. જેથી તેનું વેચાણ પણ વધી રહ્યું છે. આ વખતે ઉનાળાની શરુઆત થતા જ માટલાનું મોટા પ્રમાણમાં ખરીદી કરતા હોવાથી માટલા વેચરનારાઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.

માટલા-humdekhengenews

 

રૂ. 120 થી 450ની કિંમતના માટલા

માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ સાથે તે સસ્તામાં પણ આવી જાય છે. અત્યારે વીજળી પણ મોંઘી થઈ રહી છે. અને માટલામાં કુદરતી રીતે ફ્રિઝ જેવુ ઠંડુ પાણી થતુ હોય છે. અને માટલું એક વખત ખરીદ્યા પછી લાંબો સમય સુધી તે ઠંડુ પાણી પુરૂ પાડે છે. તેમજ બજારમાં માટલા રૂ. 120 થી 450ની કિંમતના મળી રહ્યા છે. બજારમાં લાલ (ગેરૂ) અને સફેદ માટલાઓનું વધારે વેચાણ થઈ રહ્યું છે.

આ માટલાનું વેચાણ વધારે

એક માટલા વેચનાર બેનના જણાવ્યા અનુસાર લોકો ગેરૂ અને સફેદ બંને રંગના માટલા લેવાનું પસંદ કરી રહ્યા છે. મોટાભાગે રૂ. 300 થી 350ની કિંમતના માટલાનું વધુ વેચાણ થાય છે. ત્યારે આ વખતે માટલાની કિંમતમાં પણ રૂ. 10 થી 15 નો વધારો થયો છે. કાળી માટીને 900 ડિગ્રીથી વધુ તાપમાને તપવતા તે આપમેળે સફેદ રંગની બની જાય છે. જેથી સફેદ રંગના માટલા લોકો વધુ પસંદ કરી રહ્યા છે.

માટલા-humdekhengenews

આટલા પ્રકારના માટલાનું થાય છે વેચાણ

પરંપરાગત લાલ રંગના સાદા માટલા, રાજસ્થાનથી આવતા સફેદ રંગનામાટલા, મોરબી અને થાનગઢના ચિત્રોવાળા માટલા, કચ્છી માટલા, છોટા ઉદેપુરના કાળી માટીના માટલા અને માણસાના ગેરૂ રંગના અવનવી ડિઝાઈનવાળા માટલાનું બજારમાં વેચાણ થતું હોય છે.

આ પણ વાંચો : ઈમરાન ખાનના કાફલાની કારને નડ્યો અકસ્માત, તોશાખા કેસમાં હાજર થવા જઈ રહ્યા હતા

Back to top button