ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરત ટ્રાફિક પોલીસે બોર્ડના વિદ્યાર્થીઓ માટે લીધો આ મહત્વનો નિર્ણય, જાણીને તમે પણ સલામ કરશો

Text To Speech

14 માર્ચથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરુ થઈ રહી છે. તેમાં અંદાજિત 16.50 લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા આપશે. અને સુરતના અનેક વિસ્તારોમાં મેટ્રોની કામગીરીના કારણે ટ્રાફિક સર્જવવાની શક્યતા છે ત્યારે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળે પહોંચી શકે તે માટે સુરત પોલીસે એક પહેલ કરી છે. જેમાં સુરતના ટ્રાફિકમાં અટવાયેલા વિદ્યાર્થીઓને સમયસર બોર્ડ પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવામાં ટ્રાફિક પોલીસ મદદ કરશે. આ માટે ટ્રાફિક પોલીસની ટીમ અને ટીઆરબી જવાનોની ટીમ હાજર રહેશે.

ટ્રાફિકમાં અટવાયેલા વિદ્યાર્થીઓની મદદ કરશે પોલીસ

સુરત ટ્રાફિક DCP અનિતા વાનાણીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં ટ્રાફિક પોલીસ મદદ કરશે. જેમાં ટ્રાફિકમાં અટવાયેલાવિદ્યાર્થીઓને ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક પર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે.વિદ્યાર્થીઓને પેપર આપવા જતી વખતે ટ્રાફિકની સમસ્યા નડે નહી તે માટે શહેરમાં વિવિધ જગ્યાએ ટીઆરબી જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં પરીક્ષા દરમિયાન ટ્રાફિક ન થાય તે માટે ટ્રાફિકના 18 અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ બોર્ડની પરિક્ષા દરમિયાન 78 ટીઆરબી જવાનો ખડેપગે રહેશે.

બોર્ડ પરીક્ષા-humdekhengenews

વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો

સુરત ટ્રાફિક વિભાગ દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. જેના પર કોલ કરીને વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જતા સમયે નડતી મુશ્કેલીની મદદ માંગી શકશે. તેમજ આ હેલ્પલાઇન નંબર પર કોલ કરતા વિદ્યાર્થીઓને તાત્કાલિક મદદ પહોંચાડવામા આવશે. તેમજ બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ જો ટ્રાફિકમાં અટવાશે તો તેમને ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક પર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચો : દેશના આ રાજ્યમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝાનો રાફડો ફાટ્યો, બે મહિનામાં આટલા કેસ નોંધાયા

Back to top button