વડોદરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, વાહનનોમાં તોડફોડ, 10 ઇજાગ્રસ્ત
વડોદરા જિલ્લાના સમીયાલા ગામ ખાતે ગતરોજ મોડી રાતે નજીવી બાબલે બે કોમના ટોળા વચ્ચે બબાલ થઈ હતી. ગતરોજ મોડી રાતે નજીવી બાબલે બે કોમના ટોળા વચ્ચે બોલાચાલી થતા સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો. અને બે કોમના ટોળા વચ્ચે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમા કેટલાક લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પથ્થરમારાની આ ઘટનાને પગલે સમીયાલા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વડોદરામાં લગ્નના વરઘોડામાં જૂથ અથડામણ
મળતી માહિતી મુજબ વડોદરા નજીક સમીયાલા ગામમાં યુવાનના લગ્ન નિમિત્તે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન વરઘોડામાના કેટલાક યુવાનોએ ધાર્મિક સ્થાન પાસે ફટાકડા ફોડ્યા હતા. લઘુમતી કોમના લોકો દ્વારા ફટાકડા ન ફોડવા માટે કહેતા બબાલ થઈ હતી. અને બંન્ને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો.
પોલીસે તોફાનીઓની ધરપકડ કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
આ ઉશ્કેરાયેલા ટોળાએ 3 વાહનોને આગચંપી હતી અને 11 વાહનોની તોડફોડ કરી હતી. તેમજ આ ટોળાએ ધાર્મિક સ્થાન સહિત મકાનોના કાચ તોડ્યા હતા. તેમજ આ ઘટનામાં 10 લોકોને ઈજા પમ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે વડોદરા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને જૂથના 15 તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. તેમજ મામલો વધુ ઉગ્ર ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ઋષિકેશ પટેલનું મોટુ નિવેદન, અંબાજીના પ્રસાદમાં ચિક્કી જ ચાલશે, જણાવ્યું આ કારણ