ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ ! શંકરસિંહ વાઘેલા સાથે અખિલેશ યાદવે કરી ગુપ્ત બેઠક

Text To Speech

ગુજરાત આવેલા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. અખિલેશ યાદવ આજે શંકર સિંહ વાઘેલાના નિવાસ સ્થાને મુલાકાત માટે આવી પહોચ્યા હતા. તેમની આ મુલાકાતે ગુજરાતના રાજકીય ગલિયારોમાં ચર્ચા ચગાવી છે.

અખિલેશ યાદવ-શંકરસિંહ વાઘેલા-humdekhengenews

અખિલેશ યાદવે શંકરસિંહ વાઘેલા સાથે કરી ગુપ્ત બેઠક

2024ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ આ ચૂંટણી માટેની તૈયારીઓ કરી દીધી છે. ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પણ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન અખિલેશ યાદવે શંકરસિંહ વાઘેલા સાથે ગાંધીનગરમાં વસંત વગડો ખાતે ગુપ્ત મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાતથી રાજકીય મોરચે અનેક તર્ક વિતર્કો શરુ થયા છે.

અખિલેશ યાદવ-શંકરસિંહ વાઘેલા-humdekhengenews

રાજકીય મોરચે અનેક તર્ક વિતર્ક શરુ

બંધ બારણે અખિલેશ યાદવ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક યોજાયા બાદ રાજકીય મોરચે અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે. બંધ બારણે શું વાત થઈ તેને લઈને હાલ ચર્ચાઓ શરુ થઈ છે. અખિલેશ યાદવ અને શંકરસિંહ વાઘેલા વચ્ચેની આ બેઠક ખૂબ મહત્વની હોવાની કહેવાઈ રહ્યું છે તેમા રાજકીય ચર્ચાઓ પણ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેના કારણે ગુજરાતમા રાજકારણમાં કંઈક નવા જૂની થવાના એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે.

અખિલેશ યાદવ-શંકરસિંહ વાઘેલા-humdekhengenews

શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન સાથે યોજી હતી બેઠક

ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા શંકરસિંહ વાઘેલાની વડાપ્રધા સાથે બેઠક યોજાઈ હતી. ગુજરાત આવ્યા બાદ સૌ પ્રથમ તેઓએ શંકરસિંહ વાઘેલા સાથે બેઠક કરી હોવાનું જાણવા મળ્યું હતુ. તેમની આ બેઠક 50 મિનિટથી પણ વધુ સમય ચાલી હતી. ત્યારે શંકરસિંહ વાઘેલાએ આ બેઠક ઔપચારિક મુલાકાત હોવાનું જણાવ્યું હતું. ત્યારે આજે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે શંકરસિંહ વાઘેલાની આ મુલાકાતથી રાજકીય માહોલ ગરમાયો છે.

અખિલેશ યાદવ-શંકરસિંહ વાઘેલા-humdekhengenews

આ પણ વાંચો : સાવરકુંડલામાં જૂના બાઇકના ડેલામાં વિકરાળ આગ, 100 થી વધુ બાઇક બળીને ખાખ

Back to top button