કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

સાવરકુંડલામાં જૂના બાઇકના ડેલામાં વિકરાળ આગ, 100 થી વધુ બાઇક બળીને ખાખ

Text To Speech

સાવરકુંડલામાં એક જૂના મોટર સાયકલના ગોડાઉનમાં આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.સાવરકુંડલાના મણિનગર ખાતે આવેલા બાઇકના ડેલામાં એકાએક વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા.

સાવરકુડલામાં આગ-humdekhengenews

બાઇકના ડેલામાં આગ લાગી

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મણિનગર ખાતે આવેલા બાઇકના ડેલામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બાઇકના ડેલામાં એકાએક વિકરાળ આગ ભભૂકી ઉઠલા લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ દૂર દૂર સુધી આગના ગોટે ગોટા ઉડતા નજરે પડી રહ્યા હતા. ઘટનાને પગલે પાલિકાના બે ફાયર ફાઇટરનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમજ પીજીવીસીએલ અને સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને ફાયર ફાઈટર કાફલાએ આગ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

સાવરકુડલામાં આગ-humdekhengenews

100થી વધુ બાઇક બળીને ખાખ

સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. બાઈકના ડેલાંમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે 100થી જૂના બાઇક તેમાં ભસ્મીભૂત થઈ ગયા હતા.

આ પણ વાંચો : ભૂમાફિયાઓ સામે રાજ્ય સરકારની લાલ આંખ, પાંચ વર્ષમાં આટલી કરી વસુલાત

Back to top button