ટ્રેન્ડિંગમનોરંજન

રણબીર કપૂરે પાકિસ્તાનની ફિલ્મમાં કામ કરવા અંગે આપી મહત્વની પ્રતિક્રિયા,જાણો શું કહ્યું..?

અભિનેતા રણબીર કપૂરએ હમેશા ચર્ચામાં રહેતો હોય છે.હાલમાં રણબીર કપૂર એ ‘તુ જૂઠી મેં મક્કાર’ ફિલ્મને લઇને ચર્ચામાં છે.કે પછી એક ફિલ્મ ફેસ્ટિવલમાં  પાકિસ્તાન ફિલ્મ નિર્માતા સાથે રણબીર કપૂર સાથે થયેલી વાતચીત.આમ રણબીર કપૂર હમેશા ચર્ચામાં રહે છે.

શું થઇ વાતચીત..?

Red Sea International Film Festivalમાં રણબીર કપૂરને પાકિસ્તાન ફિલ્મ નિર્માતાએ રણબીર કપૂરને કહ્યું કે શું તમે પાકિસ્તાન ફિલ્મમાં કામ કરશો.જો તે અન્ય જગ્યાએ સેટ કરવામાં આવે. આના પર પ્રતિક્રિયા આપતા રણબીર કપૂરે કહ્યું કે જરૂર સર.મને લાગે છે કે કલાકારો માટે ખાસ કરીને કલા માટે કોઈ સીમાઓ હોતી નથી. હું ચોક્કસપણે કામ કરવા માંગુ છું. ત્યાર બાદ આ નિવેદનની ભારે ટીકા કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર

Red Sea International Film Festivalમાં રણબીર કપૂર સાથે થયેલી પાકિસ્તાન ફિલ્મ નિર્માતા સાથે વાતચીતના કારણે રણબીર કપૂરએ હવે સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર આવ્યો છે. અને લોકો આ બાબતની ટીકા કરી રહ્યા છે.

રણબીર કપૂર-humdekhengenews

‘તુ જૂઠી મેં મક્કર’ના પ્રમોશન ઈવેન્ટ દરમ્યાન રણબીર કપૂરે કરી સ્પષ્ટતા

રણબીર તેની નવી ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’ના પ્રમોશન ઈવેન્ટમાં વ્યસ્ત છે આ દરમ્યાન તે ફિલ્મના પ્રમોશનને લઇ ને પ્રમોશન ઈવેન્ટમાં પહોંચ્યો હતો. આ દરમ્યાન રણબીર કપૂરએ પાકિસ્તાન ફિલ્મ નિર્માતા સાથે વાતચીતની સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યું, ‘મને લાગે છે કે મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. હું એક ફિલ્મ ઈવેન્ટમાં ગયો હતો અને ઘણા પાકિસ્તાની ફિલ્મમેકર્સ મને પ્રશ્ન પૂછતા હતા કે ‘જો તમારી પાસે સારો વિષય હોય તો તમે કઈ ફિલ્મ કરશો? ‘હું કોઈપણ પ્રકારના વિવાદાસ્પદ નિવેદનથી બચવા માંગતો હતો. મને નથી લાગતું કે આ એક મોટો વિવાદ બની શકે. મારા માટે ફિલ્મ એ ફિલ્મ છે અને કલા એ કલા છે.

રણબીર કપૂરે  આગળ કહ્યું, કે ‘મેં એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મમાં ફવાદ (ખાન) સાથે કામ કર્યું છે. રાહત (ફતેહ અલી ખાન) અને આતિફ અસલમ મહાન ગાયક કલાકારો છે અને તેમણે ભારતીય સિનેમામાં ઘણું યોગદાન આપ્યું છે.તેથી સિનેમા સિનેમા છે. મને નથી લાગતું કે સિનેમા સીમાઓ જુએ છે. પરંતુ અલબત્ત તમારે કલાનું સન્માન કરવું પડશે, પરંતુ કલા તમારા દેશ કરતા મોટી નથી. એટલા માટે જે દેશ સાથે તમારા સંબંધો સારા નથી,તો તમારો દેશ હંમેશા તમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે.

રણબીર કપૂર છેલ્લે ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળ્યો હતો. હવે તે ડાયરેક્ટર લવ રંજનની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’માં કામ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂર છે.આ ફિલ્મ 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો : ઑસ્કાર પહેલાં HCA Awards 2023માં ફિલ્મ RRRએ 4 કેટેગરીમાં એવોર્ડ કર્યા પોતાના નામે

Back to top button