ટ્રેન્ડિંગધર્મયુટિલીટીવિશેષ
બાથરૂમમાં ગોળાકાર મિરર હશે તો આવશે પરેશાનીઃ જાણો વાસ્તુના નિયમો
ઘરને વાસ્તુ અનુસાર બનાવવુ જોઇએ જેથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ જળવાયેલી રહે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર દરેક વસ્તુ માટે એક જગ્યા પહેલેથી નિર્ધારિત છે. ઘર બનાવતી વખતે જ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ. વાસ્તુ અનુસાર ઘરની ખોટી દિશામાં બનાવેલુ બાથરૂમ ધન હાનિ, આરોગ્યની સમસ્યાઓનું કારણ બની શકે છે. આવો જાણીએ બાથરૂમ સાથે જોડાયેલા વાસ્તુના નિયમો, જેના કારણે ઘરમાં એનર્જી પોઝિટીવ રહે.
- ઘરની અંદર બાથરૂમ ઉત્તર પશ્વિમ દિશામાં હોવુ જોઇએ. ભુલથી પણ બાથરૂમ દક્ષિણ, દક્ષિણ-પુર્વ કે દક્ષિણ પશ્વિમ દિશામાં ન બનાવવુ જોઇએ.
- વાસ્તુ અનુસાર કિચન અને બાથરૂમ ક્યારેય પણ આમને સામને અથવા જોડાયેલા ન હોવા જોઇએ. ટોઇલેટની સીટ પશ્વિમ અથવા ઉત્તર પશ્વિમમાં હોવી જોઇએ.
- બાથરૂમમાં રાખેલી ડોલ કે ટબ હંમેશા ભરેલુ હોવુ જોઇએ. જો ડોલ ખાલી હોય તો તેને ઉંઘી કરીને રાખી દેવી જોઇએ. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ રહે છે.
- વાસ્તુ અનુસાર વાદળી કલર ખુશીઓને દર્શાવે છે, તેથી બાથરૂમમાં વાદળી કલરની ડોલ અને ડબલુ રાખી શકાય.
- વાસ્તુ અનુસાર બાથરુમના દરવાજાની સામે કાચ કે મિરર ન હોવો જોઇએ. આમ કરવાથી ઘરમાં નેગેટીવ એનર્જી આવે છે.
- બાથરુમની ઉત્તર કે પુર્વની દિવાલ પર અરીસો લગાવો. અરીસો ચોરસ કે લંબચોરસ હોવો જોઇએ. વાસ્તુ અનુસાર ગોળાકાર કે અંડાકાર અરીસો સારો માનવામાં આવતો નથી.
- બાથરૂમના દરવાજા હંમેશા બંધ રાખો. બાથરુમનો ખુલ્લો દરવાજો ઘરમાં નેગેટિવ એનર્જીનો સંચાર કરે છે. તેના કારણે તમારી કરિયરમાં તકલીફો આવી શકે છે.
- બાથરૂમનો નળ તુટેલો ન હોવો જોઇએ. જો તમારા ઘરના કોઇ પણ નળનો પાઇપ લીક હશે તો પૈસાની બચત નહીં થાય.
- બાથરૂમને હંમેશા સ્વચ્છ રાખવુ જોઇએ. તેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પડે છે અને તમારુ સ્વાસ્થ્ય પણ સારુ રહે છે. કામ પુરુ થયા બાદ બાથરુમને સુકવી દેવુ જોઇએ.
- બાથરૂમમાં બારી જરૂર હોવી જોઇએ. જેથી નેગેટિવ એનર્જીને બહાર નીકળવામાં મદદ મળે. બારી પુર્વ, ઉત્તર કે પશ્વિમ દિશામાં ખુલવી જોઇએ.
આ પણ વાંચોઃ ફેબ્રુઆરીમાં લગ્નનું છેલ્લું મુહૂર્તઃ હવે બે મહિનાનો બ્રેક