કુમાર વિશ્વાસને RSS પર ટિપ્પણી ભારે પડી, ગુજરાતમાં કાર્યક્રમ રદ, જાણો શુ છે મામલો
પ્રખ્યાત કવિ ડૉ.કુમાર વિશ્વાસે કરેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર તેમની ટિપ્પણી તેમણે ભારે પડી છે. આયોજકોએ વડોદરામાં તેમના બે દિવસીય કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. વડોદરામાં કુમાર વિશ્વાસના કાર્યક્રમનું આયોજન કરનાર વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશને આ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લીધો છે. આગામી 3 અને 4 માર્ચે વડોદરાના નવલખી મેદાન ખાતે કુમાર વિશ્વાસ અપને-અપને રામ થીમ પર અપને અપને શ્યામ કાર્યક્રમ કરવાના હતા. અને તેના માટે આયોજકોએ મોટા પાયે પ્રચાર પણ કર્યો હતો. પરંતુ RSS પર તેમને કરેલી ટિપ્પણીને કારણે આયોજકોએ આ કાર્યક્રમ રદ કરી દીધો છે. ઉજ્જૈનમાં રામકથા દરમિયાન પ્રસિદ્ધ કવિ ડૉ. કુમાર વિશ્વાસે RSSને અભણ કહ્યા.
ઉજ્જૈનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને નિરક્ષર કહ્યા હતા
થોડા સમય પહેલા જ કુમાર વિશ્વાસ ઉજ્જૈનમાં પોતાની રામ થીમ પર એક કાર્યક્રમ કરી રહ્યા હતા આ દરમિયાન તેમણે ડાબેરીઓને અભણ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને નિરક્ષર કહ્યા. કુમાર વિશ્વાસના આ નિવેદને કારણે તેઓ વિવાદમાં સપડાયા હતા. અને તેમનો વિરોધ થવા લાગ્યો હતો. અને વધતા વિરોધને જોઈને કુમાર વિશ્વાસે એક વીડિયો મેસેજ જાહેર કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતુ કે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. આ સાથે જ તેમણે લોકોની માફી પણ માંગી હતી. પરંતુ તેમના આ નિવેદનથી ગુજરાતમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અને ગુજરાતમાં તેમના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
કુમાર વિશ્વાસે એક નહીં પરંતુ બે ભૂલો કરી
કુમાર વિશ્વાસે એક નહીં પરંતુ બે ભૂલો કરી હતી. જેના કારણે લોકોમાં રોષ છે. પહેલા તેણે ઉજ્જૈનમાં આરએસએસને અભણ ગણાવ્યું અને પછી જેણે તેના ગીતો વડે ઉત્તર પ્રદેશ સરકારની નીતિઓનો વિરોધ કર્યો તેવી ગાયિકા નેહા સિંહ રાઠોડને સમર્થન આપ્યું. આ બંન્ને બાબતોને કારણે તેમનો વિરોધ કરવામા આવી રહ્યો છે.
આ પણ વાંચો : કલોલ : ગેરકાયદેસર અમેરિકા મોકલવા મામલે પોલીસે બે એજન્ટોની કરી ધરપકડ