કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

સમાજના સુધારણા માટે કુંવારી દિકરીઓને મોબાઈલ ન આપો : ગેનીબેન ઠાકોર

Text To Speech

બનાસકાંઠાના ભાભરના લુણસેલા ખાતે સંત સદારામ બાપાનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં સમાજમાં સુધારણ માટે 11 મુદ્દે પ્રતિબંધના આકરા નિર્ણય લેવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમાજના સુધારણા માચે દિકરીઓના મોબાઈમ વપરાશને લઈને વિવાદિત નિવેદન આપતા ચર્ચાનો વિષય બન્યો છે.

11 મુદ્દા પર પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી

બનાસકાંઠાના ભાભરના લુણસેલા ખાતે ઠાકોર સમાજના સંત શ્રી સદારામ બાપુના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સુધારણા માટે ઠાકોર સમાજ દ્વારા મહોત્સવમાં 11 મુદ્દા પર પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જેમાં લગ્ન અને ધાર્મિક પ્રસંગોમા DJ પર પ્રતિબંધ, લગ્ન પ્રસંગમાં દીકરીઓને જીવન જરૂરી અને મર્યાદિત પુરત આપવી, જાનમાં મર્યાદિત લોકોએ જવું, બોલામણું પ્રથા સદંતર બંધ, વ્યસન મુક્તિ માટે અભિયાન ચલાવવું , દરેક ગામ દીઠ કુળ વાઇઝ સમૂહ લગ્નનુંનું આયોજન કરવું સહિત કુંવારી દીકરીઓને મોબાઈલ ફોન વાપરવા પર પ્રતિબંધ લગાવવવામાં આવ્યો છે.

ગેની બેન ઠાકોર-humdekhengenews

કુવારી દિકરીઓના મોબાઈલ વપરાશને લઈને ગેનીબેનનું નિવેદન

આ મહોત્સવમાં સમાજ સુધારણાના વિવિધ મુદ્દાને લઈને લોકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જેમાં ઘણા મહત્વના મુદ્દા સામેલ હતા. પરંતુ  આ પ્રસંગે ગેની બેન ઠાકોરે કુવારી દિકરીઓના મોબાઈલ ફોન વાપરવાને લઈને જે નિવેદન આપ્યું હતુ તે ચર્ચાનો વિષય બન્યો છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનને લઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતુ કે મોબાઈલ વપરાશના કારણે સમાજમાં મોટી બદીઓ આવી છે. જેથી સમાજના સુધારણા માટે માતા-પિતા તેમની કુવારી દીકરીઓ પર મોબાઈલ પ્રતિબંધના નિયમનું પાલન કરાવવું જોઈએ. તેમજ વધુમાં તેમણે કહ્યુ હતુ કે,’ દરેક મા-બાપ જ્યાં સુધી દિકરી કુંવારી હોય ત્યા સુધી દિકરી પર કંટ્રોલ રાખે એવી સૌ વડીલોને મારી વિનંતી છે.’

આ પણ વાંચો : બોર્ડની પરીક્ષાને લઈને મોટો નિર્ણય, હવે મોબાઈલ સાથે પકડાયા તો થશે આ કાર્યવાહી

Back to top button