

હાલમાં રાજ્ય સરકાર પર સરકારી ભરતી માટેની પરીક્ષાનું આયોજન કરવા માટેનું દબાણ બની રહ્યું છે. આ વચ્ચે થોડાં સમય પહેલાં જ પેપર લીકની ઘટના બાદ સરકારે હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળના વડા તરીકે નિમણુંક કરી છે. જેના બાદથી તમામ પરીક્ષા સમયસર યોજાવાની સ્થિતિમાં કાર્ય થઈ રહ્યું છે.
પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની લેખિત પરીક્ષા 23 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) February 16, 2023
આ વચ્ચે ગુજરાત પંચાયત સેવ પસંદગી મંડળના વડા હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે કે, પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની લેખિત પરીક્ષા 23 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો : જુનિયર ક્લાર્કની આગામી પરીક્ષાને લઈને હસમુખ પટેલની મોટી જાહેરાત
ઉલ્લેખનીય છે કે જુનિયર ક્લાર્કના પેપરમાં અંદાજે 9.50 લાખ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી અને પેપરના દિવસે સવારે પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. હવે ગુજરાત ગૌણ સેવ પસંદગી મંડળની કમાન હસમુખ પટેલને સોંપવામાં આવી છે ત્યારે ફરીથી લખો વિદ્યાર્થીઓની આશા જાગી છે. તેમજ નવી તલાટીની ભરતી માટેની પણ આશા જાગી છે. જે પણ આગામી દિવસોમાં યોજાઈ તેવી તૈયારી કરતાં વિદ્યાર્થીઓને આશા છે.
પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) February 15, 2023
આ અગાઉ હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે કે ગુજરાત ગૌણ સેવ પસંદગી મંડળ 9 અપ્રિલે પરીક્ષા લેવા માટે તૈયાર છે પણ પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તે અંગે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી તે બાબતે માહિતી માંગવામાં આવી છે અને માહિતી આવ્યા બાદ જે તે તારીખની જાહેરાત કરવામાં આવશે.