ગુજરાત

અદાણીની પ્રોપર્ટીના ભાવ ડબલ કરવા જંત્રી વધારી : નૌશાદ સોલંકી

Text To Speech

ગુજરાત સરકાર દ્વારા એકાએક જંત્રીના ભાવમાં વધારો કરી દેવાતા બિલ્ડર આસોશીએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જંત્રીની અમલવારી 15 એપ્રિલે લાગુ કરવામાં આવશે ત્યારે કોંગ્રસ પણ જંત્રીના વધારાને લઈને આક્રમક મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ટ્વિટના માધ્યમથી સરકાર પર આરોપ લગાવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગુજરાતમાં ગુજરાત સરકારે જમીનની જંત્રીના દર ડબલ કરી દીધા છે. તેમણે સરકાર પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે શું અદાણીની પ્રોપર્ટી જે બૅન્કમાં મોર્ગેજ થયેલી છે તેની કિંમત ડબલ કરવા માટે જંત્રીના દર ડબલ કરવામાં આવ્યા છે? ગુજરાતની જનતા વિચારી રહી છે? પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ અદાણીનું નામ લઈ સરકાર પર ટ્વિટ કરી હુમલો કર્યો હતો. અગાઉ જીગ્નેશ મેવણીએ પણ હીંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ને સ્કેમ ઓફ ધ સેન્ચ્યુરી કહીને સરકાર પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : જીગ્નેશ મેવાણીએ અદાણી વિવાદને સ્કેમ ઓફ ધ સેન્ચ્યુરી ગણાવ્યો

ઉલ્લેખનીય છે કે હીંડનબર્ગના રિપોર્ટ બાદ ભારત સહિત સમગ્ર વિશ્વમાં અદાણી ચર્ચાનો વિષય બન્યા હતા. સડક થી લઈ સંસદ સુધી અદાણીનો વિરોધ જોરશોરથી થયો હતો ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જંત્રીના ડબલ ભાવ અદાણીને ફાયદો પહોંચાડવા માટે વધારો કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

Back to top button