મધ્ય ગુજરાત

અમદાવાદમાં આ વિસ્તારમાંથી 25 લાખથી વધુના દાગીનાની લૂંટ, જાણો સમગ્ર ધટના

અમદાવાદમાં દિવસે ને દિવસે ક્રાઈમની ઘટના વધતી જોવા મળે છે ત્યારે ફરી એકવાર અમદાવાદના અખબારનગર સર્કલ પાસેથી લૂંટની ઘટના સામે આવી છે. લૂંટારૂઓએ બેગ ખેંચવા જતા કર્માચરીએ બૂમાબૂમ કરી હતી, ત્યાં સુધીમાં લૂંટારાઓ બેગ લઈ ભાગી જવામાં સફળ રહ્યા હતા. આ મામલે વાડજ પોલીસે લૂંટની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. તેમજ તે વિસ્તારના CCTV ફૂટેજની પણ ચકસણી કરવામાં આવી રહી છે.

  • અમદાવાદના અખબારનગર સર્કલ પાસેથી લૂંટની ઘટના
  • આંગડિયા પેઢીના 2 કર્મચારીઓ બન્યા લૂંટનો શિકાર 
  • 25 લાખથી વધુના દાગીનાની લૂંટ

આ પણ વાંચો : અમદાવાદ : જાહેર રસ્તા પર દબાણ દૂર કરવા મુદ્દે AMC કમિશ્નરે અધિકારીઓ વિરુદ્ધ ભર્યા કડક પગલાં

અમદાવાદમાં વધુ એક વાર લૂંટનો બનાવ બન્યો. અમદાવાદ શહેરનો જાણીતો વિસ્તાર એટલે કે અખબાર નગર સકર્લ પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટની ઘટનાનો શિકાર બન્યો છે. અમૃત કાન્તિલાલ પટેલ નામની આંગડિયા પેઢીના 2 કર્મચારીઓ પાસેથી લૂંટારૂઓ બેગ લઇને ફરાર થઈ ગયા હતા. આ બેગમાં રોકડ સહિત 25 લાખથી વધુ મુદ્દામાલ હતો. લૂંટની ઘટનાને પગલે વાડજ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને લૂંટની ઘટનાની સમગ્ર તપાસ હાથ ધરી હતી.

અમદાવાદમાં લૂંટ - Humdekhengenews

મળતી માહિતી અનુસાર, અમદાવાદના અખબાર નગર સર્કલ પાસે આવેલ શ્રી રતન કોમ્પલેક્ષ પાસે આ લૂંટની ઘટના બની હતી. અમૃત કાન્તિલાલ પટેલ આંગડિયા પેઢીના કર્મચારી ટુ વ્હીલર પાસે સોનાના દાગીના ભરેલી બેગ લઇને ઉભા હતા ત્યારે બાઇક પર બે અજાણી વ્યક્તિઓ આવીને સોનાથી ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા. આ બેગમાં 25 લાખના દાગીના હતા.

આ પણ વાંચો : ગૌતમ અદાણીએ લોકોને જણાવ્યું FPO પરત ખેંચવાનું સાચું કારણ, જુઓ Video

લૂંટારૂઓ દ્વારા બેગને ખેચવા જતા આ કર્માચરીએ બૂમાબૂમ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં લૂંટારુઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. આ મામલે વાડજ પોલીસે લૂંટની ફરિયાદ નોંધીને સઘન તપાસ હાથ ધરી છે. તેમજ તે વિસ્તારના CCTV ફૂટેજ ચકસવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં લૂંટ - Humdekhengenews

નવેમ્બર 2022માં શાહપુર મેટ્રો સ્ટેશન પાસે લૂંટ

શહેરમાં લૂંટના બનાવો અવાર નવાર બનતા રહે છે. તેમાં પણ ખાસ કરીને આંગડિયા પેઢીના કર્મચારીઓ વધારે પ્રમાણમાં આ ઘટનાનો ભોગ બની રહ્યા છે. નવેમ્બર મહિના પણ શહેરમાં સી.જી રોડ ઉપર આવેલી એસ.એસ.તીર્થ ગોલ્ડ પેઢીના બે કર્મચારીઓ સોનાના દાગીના લઈ એક્ટિવા પર શાહપુર મેટ્રો સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન લૂંટારાઓ દ્વારા 2.81 કરોડના સોનાનાં દાગીના ભરેલી બેંગ લૂંટવાની ધટના બની હતી. જેમાં સીસીટીવી આધારે તપાસ કરતા ક્રાઇમ બ્રાંચે પ્રાથમિક તપાસમાં છારાનગરની ટોળકી હોવાનું સામે આવ્યું હતું.

Back to top button