શાહરૂખના કરિયરની સૌથી મોટી ફિલ્મ બની ‘પઠાણ’: પાંચ દિવસમાં તોડ્યા અનેક રેકોર્ડ
વિવાદોની વચ્ચે રીલીઝ થયેલી ‘પઠાણ’ ફિલ્મ હવે બોક્સ ઓફિસ પર વારાફરતી એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. માત્ર 5 દિવસમાં ફિલ્મે મોટા મોટા રેકોર્ડ કરી લીધા છે. ભારતમાં પહેલા જ દિવસે 57 કરોડની કમાણીનુ ઓપનિંગ કરનાર ‘પઠાણ’એ 5 દિવસમાં કલેક્શનનો પહાડ કરી દીધો છે.
ચાર વર્ષ બાદ શાહરૂખ ખાને ‘પઠાણ’ સાથે હીરો તરીકે કમબેક કર્યુ છે. તેની પાછલી રીલીઝ ‘ઝીરો’ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઇ ગઇ હતી. જોકે નવી ફિલ્મ ‘પઠાણ’ સાથે શાહરૂખે સાબિત કરી દીધુ છે કે તે બોલિવુડનો બાદશાહ કેમ કહેવાય છે. આ 5 રેકોર્ડ એ વાતની સાબિતી આપે છે કે શાહરૂખ બોલિવુડનો રિયલ કિંગ છે.
1. શાહરૂખની કરિયરની સૌથી મોટી ફિલ્મ
મોટી સ્ક્રીન પર શાહરૂખે જે રીતે કમબેક કર્યુ છે તે તેના સ્ટારડમની શાનદાર કહાની છે. ‘પઠાણ’ પહેલા શાહરૂખની કરિયરની સૌથી મોટી ફિલ્મ ચેન્નાઇ એક્સપ્રેસ હતી, જે 10 વર્ષ પહેલા રીલીઝ થઇ હતી. આ ફિલ્મે ઇંડિયામાં 227 કરોડની કમાણી કરી હતી. ‘પઠાણ’ 5 દિવસમાં 290 કરોડનું કલેક્શન કરી લીધુ છે. તેથી આ ફિલ્મ શાહરૂખની કરિયરની સૌથી મોટી ફિલ્મ બની ચુકી છે.
2. બોલીવુડની 9મી સૌથી મોટી ફિલ્મ
‘પઠાણ’ પાંચમા દિવસના કલેક્શન સાથે બોલિવુડની ટોપ 10 ફિલ્મોમાં સામેલ થઇ ગઇ છે. બોલિવુડની સૌથી મોટી ફિલ્મ આમીરખાનની ‘દંગલ’ છે. તેણે ભારતમાં 387 કરોડનુ કલેક્શન કર્યુ હતુ. 8માં નંબર પર ‘સુલતાન’ છે. જેણે 300 કરોડનો આંકડો પાર કર્યો છે. ‘પઠાણ’એ પહેલા વીકેન્ડની કમાણીથી જ આ લિસ્ટમાં એન્ટ્રી કરી લીધી છે. તેણે અજય દેવગણની એકમાત્ર ફિલ્મ તાનાજીને બહાર કરી દીધી છે. જે અત્યાર સુધી 10માં નંબર પર હતી. 9માં નંબર પર આમિરખાનની ધમુ હતી, જેણે 285 કરોડની કમાણી કરી હતી. અનુમાન છે કે 5માં દિવસની કમાણી 290 કરોડ સુધી પહોંચી ચુકી છે, જો ફાઇનલ આંકડા કદાચ ઓછા પણ હશે તો પણ ‘પઠાણ’ આ લિસ્ટમાં ધુમને પાછળ રાખી દેશે.
3. હિન્દી ફિલ્મો માટે સૌથી મોટુ વીક
બોલિવુડની સાથે સાથે સાઉથથી આવેલી ફિલ્મોના ડબિંગવાળી હિન્દી ફિલ્મોના લિસ્ટમાં સૌથી ધમાકેદાર ગણાતી KGF-2ને પણ ‘પઠાણ’એ પાછળ રાખી દીધી છે. ઓપનિંગ વીકેન્ડની વાત કરીએ તો KGF-2એ 194 કરોડ જેવી કમાણી કરી બોક્સઓફિસ પર ધમાલ મચાવી હતી. તે હિન્દી ફિલ્મોના ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ વીકેન્ડ હતો. જોકે ‘પઠાણ’એ તે રેકોર્ડ પણ બ્રેક કરીને પહેલા વીકેન્ડમાં 280 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.
4. સૌથી ઝડપી 500 કરોડ
‘પઠાણ’નુ વર્લ્ડવાઇડ કલેક્શન પાંચ દિવસમાં 550 કરોડ રુપિયાની નજીક પહોંચી ચુક્યુ છે. શાહરૂખની ફિલ્મ પહેલા બોલિવુડે 500 કરોડથી વધુનુ વર્લ્ડવાઇડ કલેક્શન કરનારી ફિલ્મો તો જોઇ છે, પરંતુ કોઇ પણ ફિલ્મ આ આંકડો 10 દિવસમાં પાર કરી શકી નથી. ‘પઠાણ’એ સૌથી ઝડપી આ આંકડો ક્રોસ કરી લીધો છે. ‘સુલતાન’એ 12 દિવસમાં, ‘દંગલ’એ 13 દિવસમાં. ‘પીકે’ અને ‘સંજુ’એ 14 દિવસમાં આ આંકડો પાર કર્યો હતો.
5. બોલિવુડનું 9મું સૌથી મોટુ વર્લ્ડવાઇડ કલેક્શન
વર્લ્ડવાઇડ ગ્રોસની બાબતમાં બોલિવુડમાં સૌથી મોટી ફિલ્મ ‘દંગલ’ છે. તેનું કલેક્શન 2070 કરોડથી વધુ હતુ. આ બાબતમાં બોલિવુડની ટોપ 10 ફિલ્મોમાં 550 કરોડના વર્લ્ડવાઇડ કલેક્શન સાથે ‘પઠાણ’ 9માં નંબરે છે. 10મી ફિલ્મ સ્પાઇ યુનિવર્સની ‘વોર’ છે. જેણે વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન 471 રૂપિયા કર્યુ હતુ.
આ પણ વાંચોઃ તારા સુતારિયાએ તેના બોલ્ડ ફોટો શેર કરી ઇન્ટરનેટ પર લગાવી આગ