ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ,ખેડૂતોમાં નુકશાનની ભીતિ

Text To Speech

આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદના પૂર્વના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતના આ વિસ્તારોમાં ઠંડી અને માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી, આગામી 24 કલાક ભારે !

ગત મોડી રાત્રીથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. ગઈકાલે મોડી રાત્રે વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટા સાથે રાત્રે ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વડોદરાના સાવલી પંથકમાં ગતરાત્રીએ માવઠું થયુ હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તેમજ મહીસાગર અને દાહોદમાં પણ માવઠાના સમાચાર છે. આ સાથે હવે અમદાવાદના પૂર્વના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

કમોસમી વરસાદ - Humdekhengenews

અમદાવાદ ના પૂર્વ ના અનેક વિસ્તારમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ કમોસમી વરસાદ વરસ્યો છે. અમદાવાદના પૂર્વના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવા થી ઈશનપુરના આદિવાસી ભીલ સમાજ ના સમુહ લગ્નોત્સવમાં વરસાદ વરસતા લોકોમાં ભોજનની થાળીઓ સાથે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ મણીનગર અને અમરાઈવાડીમાં પણ માવઠુ થયું છે. ગુજરાતમાં આજે ઠંડીની સાથે અનેક વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે. કમોસમી વરસાદના કારણે રવી પાકને ભારે નુકસાન થશે. સવાર થી ધુમ્મસ વાળું વાતાવરણ વચ્ચે આકાશમાં વાદળો ઘેરાયા હતાં. વાદળછાયુ વાતાવરણ અને ભારે પવન સાથે વરસી રહ્યો છે કમોસમી વરસાદ.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

હવામાન વિભાગે વરસાદ અને ભારે પવનને લઈ આગાહી કરતા આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપી છે. હવામાન વિભાગે એકથી બે દિવસ કોલ્ડવેવની આગાહી પણ કરી છે. તેમજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

આ વિસ્તારોમાં પડી શકે છે ભારે ઠંડી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, કચ્છ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથમાં ભારે ઠંડી પડી શકે છે. અને વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ગુજરાતમાં હવામાનમાં ફેરફાર થવાની અને કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે.

Back to top button