ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસા કોલેજના NSSના છાત્રોએ 70 જેટલા ઘાયલ પક્ષીઓની કરી સારવાર, 55 પંખીઓને આપ્યું જીવતદાન

Text To Speech

પાલનપુર : ઉત્તરાયણમાં દોરીના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે. જો તત્કાલ સારવાર મળે તો તેમને બચાવી શકાય છે. ડીસાના NSSના વિદ્યાર્થીઓએ પતંગ ચગાવવાની બદલે પક્ષીઓની સેવા કરવાનો સંકલ્પ કર્યો હતો. NSSના સ્વયં સેવકોએ આ દિવસે પક્ષીઓને બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતું.

NSS-humdekhengenews

 

જેમાંરાહુલ, આશિક, ઋષિલ અને રુષભે 70 જેટલા ઘાયલ પક્ષીઓની સારવાર કરી કરી હતી. જેમાંથી 55 પંખીઓને જીવતદાન આપ્યું હતું.

NSS-humdekhengenews

સાથે સાથે ઉત્તરાયણ પછી રસ્તામાં પડેલી દોરીથી પશુ પંખી તેમજ રાહદારી વ્યક્તિઓને ઇજા પહોંચતી હોય છે. તેથી આવી દોરીનો સત્વરે નિકાલ કરવો જરૂરી છે. જેમાં ડીસા કોલેજના NSSના પ્રોગ્રામ ઓફિસર તૃપ્તિબેન પટેલની સાથે 25 સ્વયંસેવક ભાઈ- બહેનોએ એરપોર્ટ વિસ્તારમાં ફરીને દોરીનો મોટો જથ્થો એકત્રિત કરી તેનો નિકાલ કર્યો હતો.

NSS-humdekhengenews

જેમાં ચેતન,મિતેષ, ગિરીશ, વિરેન્દ્રસિંહ કલ્પેશ, અનિલ, લલિત, વિનોદ, મિતલ, નયના, સુશીલા, મોન્ટુ, ઝનગારસિંહ, કિરણ, જિજ્ઞા , સોનલ, આશા આરતી, ,મૈત્રી, ક્રિષ્ના હિરલ, તેજલ , ભગવાન ,વઘુભા વગેરે વિદ્યાર્થીઓ એ ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠામાં કોલ્ડવેવ : ડીસાનો પારો ગગડી પહોંચ્યો સાત ડિગ્રી

Back to top button