ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠામાં કોલ્ડવેવ : ડીસાનો પારો ગગડી પહોંચ્યો સાત ડિગ્રી

Text To Speech
  •  માઉન્ટ આબુમાં માઇનસ છ ડીગ્રી તાપમાન

પાલનપુર : ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી બરફ વર્ષાને પગલે રાજસ્થાનના માઉન્ટ આબુ અને તેને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો કોલ્ડવેવ માં સપડાયો છે. માઉન્ટ આબુમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને માઇનસ છ ડીગ્રી એ પહોંચ્યો છે.

કોલ્ડવેવ -humdekhengenews

જ્યારે ડીસામાં સોમવારે સવારે લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી નોંધાયું હતું. બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનના કારણે ઠંડી વધતા જનજીવન પણ પ્રભાવિત થયું છે.

કાતિલ ઠંડી અને પવનના સૂસવાટાથી લોકો થથરી ગયા હતા. ઠંડીના પગલે લોકો ઠેર ઠેર તાપણાં શરૂ કરીને ઠંડીથી રક્ષણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

કોલ્ડવેવ -humdekhengenews

જ્યારે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે મીની કાશ્મીર જેવો નજારો સર્જાયો છે. ખુલ્લામાં પડેલા વાહનોની છત ઉપર બરફની જામી ગયો હતો. જ્યારે ઘાસના મેદાની વિસ્તારોમાં પણ બરફ આચ્છાદિત બન્યા હતા. માઉન્ટ આબુમાં 1994માં તીવ્ર ઠંડીનો પ્રકોપ થયો હતો. ત્યારે લોકોને ઘરમાં પુરાઈ રહેવું પડ્યું હતું.

કોલ્ડવેવ -humdekhengenews

હવે 28 વર્ષ બાદ લઘુત્તમ તાપમાન છ ડિગ્રી નોંધાયું છે. જેને લઈને લોકોની દિનચર્યા ઉપર પણ માઠી અસર પડી છે. જ્યારે જિલ્લા પ્રશાસને ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે શાળામાં રજા જાહેર કરી છે.

કોલ્ડવેવ -humdekhengenews

હિમથી વિવિધ પાકોને અસર બનાસકાંઠામાં કાતિલ ઠંડીના કારણે રવિ પાકોમાં દાડમ અને બટાટા, તેમજ રાયડો, એરંડા અને જીરું જેવા પાકો ઉપર બરફની ચાદર છવાઈ જતા વ્યાપક નુકસાન થવા પામ્યું છે. અત્યારે પાક પાકવાને આરે છે, ત્યારે પાકોમાં થઈ રહેલા નુકસાનથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો : ડાયમંડ સીટીની ચમક પડી ઝાંખી, 2 મહિનામાં 24 કારખાના થયા બંધ, આટલા કારીગરો થયા બેરોજગાર

Back to top button