ઉત્તર ગુજરાતગુજરાત

વ્યવસાયે વકીલે કલમ હાથમાં પકડી અને સર્જી નાખ્યું પોતાનું જીવન દર્શન : ‘કેડી કંડારી કુદરતે’

Text To Speech
  • ડીસામાં પ્રધાનજી વકીલ ના પુસ્તકનું યોજાયું વિમોચન

પાલનપુર : વિષય કોમર્સનો લઈને સ્નાતક થયા હોય અને આંકડાની માયાજાળમાં રચ્યા પચ્યા રહેવાનું હોય છતાંય સાહિત્ય સાથેની રુચિના કારણે આંકડાની માયાજાળમાંથી થોડા સમય માટે બહાર નીકળી હાથમાં કલમ પકડીને જીવન દર્શન કરાવતું એક આખું પુસ્તક લખી નાખવું તે કોઈ નાનીસુની વાત નથી. જીવનમાં બાળપણથી બનેલા પ્રસંગોને શબ્દ દેહે પુસ્તકમાં નિરૂપણ કરનારા આવા ડીસાના વકીલ પ્રધાનજી એસ. પરમાર છે. જ્ઞાતિએ ક્ષત્રિય હોવાથી તેઓ ‘બાપુ’ના નામે પણ જાણીતા છે. તેમણે પોતાના જન્મથી લઈને વકીલ બન્યા ત્યાં સુધીની સફરને પુસ્તકમાં બખૂબીથી અને ખૂબ સાદી બોલાતી ભાષામાં ‘કેડી કંડારી કુદરતે’ પુસ્તકમાં રજૂ કરી છે.

પાલનપુર -humdekhengenews
આ પુસ્તકમાં બાળપણ, શિક્ષણ, પરિવારનું વારંવાર સ્થળાંતર, પિતાનો સંઘર્ષ, વ્યક્તિગત સંઘર્ષ, ઋણ સ્વીકાર જેવા અનેક પ્રસંગો માત્ર એક બેઠકે પુસ્તક વાંચી જવાય તેવા આ પુસ્તકનું વિમોચન બનાસ સાહિત્ય કલા સંઘના ઉપક્રમે યોજાયું હતું.ડીસા ખાતે આવેલા જલારામ હોલમાં વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો. ‘ કેડી કંડારી કુદરતે’ પુસ્તકનું વિમોચન જાણીતા વકીલ દિલીપભાઈ બચુભાઈ ઠક્કરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

પાલનપુર -humdekhengenews

આ પુસ્તક માટે લખવા માટે જેમને પ્રેરણા આપી હતી તેવા લેખક કનુભાઈ આચાર્ય અને નાથાભાઈ ખત્રી ને પણ પ્રધાનજી એ વિમોચન સમયે યાદ કર્યા હતા. જ્યારે કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા ડીસા ના ડો. સી. કે. પટેલ, જયંતીભાઈ ઠક્કર, ડો. અજયભાઈ જોશી, વકીલ શાંતિભાઈ ઠક્કર, પત્રકાર શંકરભાઈ કતીરા, સામાજિક આગેવાન ગફુલભાઈ દેસાઈ, તેમજ બિલ્ડર્સ વિક્રમભાઈ મહેતા ની હાજરી ઉત્સાહ પ્રેરક બની રહી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભગવાનભાઈ ઠક્કરે કર્યું હતું. જ્યારે વિમોચન પ્રસંગે મોટી સંખ્યામાં ડીસા શહેરના પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા. જેમાં રબારી સમાજના આગેવાન બળદેવ રાયકા સહિત શુભેચ્છકોએ પ્રધાનજી પરમારનું સાલ અને બુકે આપીને બહુમાન કરી પુસ્તકના વિમોચન બદલ શુભકામનાઓ પાઠવી હતી.

આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચાણ કરતા પકડાશો થશે કડક કાર્યવાહી

Back to top button