યુપી બિહાર તરફ ‘ગુજરાત’, માત્ર 50 હજારમાં કરવામાં આવી હત્યા !
અમદાવાદ શહેરના ચાણક્યપુરી રેલવે ફાટક પાસેથી મળી આવેલ યુવકના મૃતદેહમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવકની હત્યા થઇ હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પુછપરછ કરતા ગુનાનો ભેદ ઉકેલાયો હતો અને આ હત્યારાઓએ માત્ર 50,000 જેટલી રકમ માટે આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : સુરત પોલીસની દાદાગીરી ! રાહદારી સાથે કર્યું એવું વર્તન કે દ્રશ્યો જોઇને શરમથી માથું ઝુકાવી દે
આ અંગે માહિતી અનુસાર,પ્રેમ સંબંધનો ખર કાઢવા માટે આ નરાધમોએ માત્ર 50 હજાર રૂપિયામાં આ યુવકની હત્યાનીઓ સોપારી લીધી હતી. સૌપ્રથમ જયારે લાશ મળી ત્યારે તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસની શરૂઆત કરી હતી. પરંતુ જયારે ઘટના સ્થળે વધુ તપાસ કરતા જ્યાં મૃતદેહ મળી આવ્યો હતો ત્યાંથી લોહીના નિશાન અને યુવકનું જેકેટ મળી આવતા યુવકના પરિવારજનોએ આ અકસ્માત નહિ પણ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
જ્યારે વધુ તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને પણ એક સીસીટીવી ફૂટેજ મળી આવી જેમાં ત્રણ યુવકો મૃતક રાજેન્દ્ર નવલને ચાણક્યપુરીથી ફેશન કિંગ નામક દુકાન પાસે માર મારી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વિજય ભરવાડ, અનમોલ યાદવ અને પ્રવીણ પુરબીયા નામના આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસે આ ત્રણે આરોપીઓની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું કે પ્રેમ સંબંધમાં આ ત્રણેય આરોપીઓને મૃતક રાજેન્દ્ર નવલને માર મારવાની 50,000 રૂપિયામાં સોપારી આપવામાં અઆવી હતી. આરોપીઓએ રાજેન્દ્રને ચાણક્યપુરી ખાતે માર માર્યો હતો, બાદમાં તેઓ તેને સાયન્સ સીટીથી હેબતપુર તરફ જતા બ્રીજ પાસે લઇ ગયા હતા. ત્યાં તેને વધુ માર મારતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા આ આરોપીઓ મૃતદેહ રેલવે ટ્રેક પર ફેંકીને ફરાર થઇ ગયા હતા.
ગુજરાતમાં જે રીતે એક પછી એક હત્યાઓ થઇ રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે ગુજરાતમાં ગુના કરતા આવા નરાધમોને પોલીસ કે પ્રશાસનનો કોઈ પણ ડર રહ્યો ના હોય તેવું લાગી રહ્યું છે. સુરક્ષા સેતુ સોસાયટીની વાતો કરતી ગુજરત પોલીસ માત્ર મુકપ્રેક્ષક બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.