અમદાવાદઃ હનીટ્રેપમાં ફસાવનાર 7માંથી 2ની ધરપકડ; ફ્રૂટ વેપારીને ફસાવવા ઘડ્યું કાવતરું, ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી 1.20 લાખનો તોડ

14 માર્ચ 2025 અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ફ્રુટના વેપારીને ફસાવવા આરોપીએ પોતાની ગર્લફ્રેન્ડની મદદ લીધી હતી જેમાં સાત આરોપીઓએ મળીને વેપારીને હનીટ્રેપમાં ફસાવવાનું કાવતરું રચ્યું હતું. હાલ મુખ્ય બે આરોપીઓની શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી અને વધુ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
હનીટ્રેપમાં ફસાવી 1.20 લાખનો તોડ કર્યો
અમદાવાદ શહેર મહિલા ક્રાઈમ બ્રાન્ચ એસીપી હિમાલા જોશીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે જુહાપુરાના એક વેપારીને અનિટેપમાં ફસાવી તેની પાસેથી એક યુવતી સહિતની ગેંગ દ્વારા 1.20 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. જેમાં કાયનાત નામની યુવતી દ્વારા નોકરીની માંગણી કરીને વેપારીને ફસાવવામાં આવ્યો હતો. અને જ્યારે વેપારી આ યુવતીને ગાંધીનગર ખાતે ઘરે મૂકવા જતો હતો ત્યારે રસ્તા વચ્ચે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના માણસો હોવાનું કહી કાર ઉભી રાખી પૈસા પડાવ્યા હતા. જે વાતની જાણ થતા વેપારીના મિત્ર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ કેસની ગંભીરતાને જોતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને આ ઘટનામાં કુલ સાત આરોપીઓનું નામ ખુલવા પામ્યા છે જેમાંથી 2ની ધરપકડ કરી લેવામાં આવી છે.
વેપારીને મીઠી વાતો કરી નોકરીની માંગણી કરી ફસાવ્યો
મહિલા એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલા બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાંથી જાણવા મળ્યું છે કે આ કેસના ફરિયાદી ફ્રુટના વેપારી પાસે ખૂબ જ પૈસા છે. અને તેને ટેપમાં ફસાવવામાં આવે તો પૈસા મળી શકે તેમ છે. તેવી ચર્ચા અને વિચાર કરતા આસિક દાળિયા અને અલ્પેશ ડાભીને મહેસાણાના તેમના એક સાગરીત સમીર ડીજેને મળીને હનીટ્રેપ માટે પ્લાન ઘડ્યો હતો. જેમાં સમીરે તેની ગર્લફ્રેન્ડ કીટ્ટુને આ પ્લાનમાં સામેલ કરી તેનું નામ કાયનાત સૈયદ રાખ્યું હતું. અને વેપારીને મીઠી વાતો કરી નોકરીની માંગણી કરી તેને ફસાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ 20થી વધુ FIR
વધુ માહિતી આપતા એસીપીએ જણાવ્યું કે થોડા સમય સુધી ફ્રુટના વેપારી સાથે કાયનાતે સતત વાતચીત કરી હતી જે બાદ એક ઓફિસોમાં બંનેની મુલાકાત થઈ હતી અને મીટીંગ પણ થઈ હતી જ્યાં પોતાની નોકરી હોવાની જરૂરિયાતની વાત કરાઈ હતી. આ મીટીંગ દરમિયાન 10મી તારીખે રાત્રે મોડું થઈ જતા ફ્રુટના વેપારી તેને ગાંધીનગર સુધી ઘરે મુકવા જતા રસ્તામાં સાઈનાથને વોમીટ થઈ રહી છે તેવું કહી ગાડી રોકાવી હતી જે બાદ બીજી ગાડીમાં તેના સાગરીત બહાદુર ડાભી અને દાડિયો માણસો સાથે પહોંચી અને ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ બંને આરોપીઓની ધરપકડ કરીને તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે અલગ અલગ પોલીસ મથકોમાં બંને આરોપીઓ વિરુદ્ધ 20થી વધુ ગુના નોંધાયેલા છે.