અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

બાવળા કોર્પોરેટર સહિત 8 જુગારીઓ ઝડપાયા લાખોનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ, 6 જુલાઈ 2025: અમદાવાદ જિલ્લાના બાવળા વિસ્તારમાં ગ્રામ્ય પોલીસે મોટું જુગારધામ પકડી પાડતા ખળભળાટ મચી ગયો છે. બાવળા શહેરના વોર્ડ નં. 4ના હાલના ભાજપના કોર્પોરેટર દિપક ભટ્ટ સહિત કુલ 8 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.

મળતી માહિતી અનુસાર, બાવળા વિસ્તારમાં આવેલ પરસોત્તમ રાઈસ મિલની ઓફિસમાં આ શખ્સો જુગાર રમતા હતા. બાવળા પોલીસે બાતમીના આધારે દરોડા પાડી અચાનક કાર્યવાહી કરી હતી. પોલીસે સ્થળ પરથી 13.57 લાખ રૂપિયાનું રોકડ રકમ સહિત જુગાર માટે ઉપયોગમાં લેવાતા પત્તા, મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વિશેષ એ છે કે પકડાયેલા 8 શખ્સોમાંથી બે શખ્સો જેમાં કોર્પોરેટર પણ સામેલ છે  દારૂના નશામાં હતા. પરિણામે તેમના સામે દારૂબંધી કાયદા (Prohibition Act) હેઠળ પણ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બાવળા પોલીસે ઘટનાને લઈને બે અલગ-અલગ ગુનાઓ નોંધ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ કેસ સામે આવતા રાજકીય વાતાવરણ ગરમાયુ અને સ્થાનિક રાજકારણમાં ઉથલપાથલનું વાતાવરણ સર્જાયુ છે.

આ પણ વાંચો: અમૂલ ડેરી દ્વારા મીઠા ઉદ્યોગમાં નવી ક્રાંતિ: કચ્છથી વૈશ્વિક બજાર સુધી આ મીઠું પહોંચ છે

Back to top button