દરિયાઈ કાચબાનું માંસ ખાવાથી 8 બાળકોનાં મૃત્યુ, 70થી વધુની તબિયત લથડી
ઝાંઝીબાર (તાંઝાનિયા), 12 માર્ચ: આફ્રિકામાં આફ્રિકન સી ટર્ટલ મીટ ખાવાથી આઠ બાળકો સહિત નવ લોકોનાં મૃત્યુ થયા છે અને 70થી વધુ લોકો બીમાર પડ્યા છે. આ ઘટના ઝાંઝીબાર દ્વીપસમૂહના પેમ્બા ટાપુ પર બની હતી. અહીં દરિયાઈ માછીમારનું માંસ ખાવાથી 8 બાળકો અને એક યુવકે જીવ ગુમાવ્યા છે. મકોની જિલ્લાના તબીબી અધિકારી ડૉ. હાજી બકારીએ જણાવ્યું કે 78 લોકો હોસ્પિટલમાં દાખલ છે. નોંધનીય છે કે, ઝેરના જોખમો હોવા છતાં પણ આ વિસ્તારના લોકો કાચબાનું માંસ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. કાચબાનું માંસ આ વિસ્તારમાં ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી માનવામાં આવે છે. લોકો માને છે કે કાચબાના માંસનો સ્વાદ બીફ જેવો હોય છે.
દરિયાઈ કાચબાનું માંસ ખાધા બાદ 75 લોકો હોસ્પિટલમાં દાખલ
ડૉ. બકારીએ જણાવ્યું હતું કે લેબમાં ટેસ્ટ કરતા બહાર આવ્યું છે કે, તમામ બીમાર લોકોએ દરિયાઈ કાચબાનું માંસ ખાધું હતું. તેમણે કહ્યું કે કેટલાક કાચબાનું માંસ ઝેરી પણ હોઈ શકે છે, જેને ચેલોનિટોક્સિકિઝમ કહેવામાં આવે છે. જો કે તે ઝેરી હોવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. ટર્ટલ ફાઉન્ડેશન ચેરિટી અનુસાર એવું માનવામાં આવે છે કે કાચબા ઝેરી શેવાળ ખાય છે, તેથી જ તેમના શરીરમાં ઝેર ભેળવી જાય છે.
નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન અનુસાર, ચેલોનોટોક્સિકિઝમ (સમુદ્ર કાચબાના માંસનું ઝેર) એ એક દુર્લભ અને ક્યારેક જીવલેણ પ્રકારનું ફૂડ પોઇઝનિંગ છે જે દરિયાઇ કાચબા ખાવાથી થાય છે. તે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ લક્ષણોનું કારણ બને છે. અભ્યાસ મુજબ, દરિયાઈ કાચબાના તમામ ભાગો સંભવિત રીતે ઝેરી છે. તેમને ખાવાથી ઉબકા અને ઉલટી જેવા હળવા લક્ષણોથી લઈને કોમા અને મૃત્યુ જેવા ગંભીર ન્યુરોલોજીકલ ડિસઓર્ડર સુધીના લક્ષણો થઈ શકે છે.
પેમ્બા ટાપુ પર કાચબા ખાધા પહેલા જ 7 મૃત્યુ પામ્યા
આફ્રિકાના પેમ્બા ટાપુ પર કાચબાનું માંસ ખાવાથી 9 લોકોનાં મૃત્યુ થયાં બાદ અધિકારીઓએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ મોકલી છે. આ ટીમે લોકોને દરિયાઈ કાચબા ખાવાનું ટાળવાની સલાહ આપી હતી. મહત્ત્વનું છે કે, આવી જ ઘટના વર્ષ 2021માં પણ બની હતી. તે સમયે પેમ્બા ટાપુ પર કાચબાનું માંસ ખાવાથી ત્રણ વર્ષના બાળક સહિત સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં. એક રિપોર્ટ અનુસાર ઝેરની સૌથી ખરાબ અસર બાળકો અને વૃદ્ધો પર થઈ શકે છે. ઇન્ડોનેશિયા, માઇક્રોનેશિયા અને ભારતના હિંદ મહાસાગર ટાપુઓમાં સમાન કેસ નોંધાયા છે, પરંતુ હજી સુધી ઝેરનો કોઈ ઇલાજ મળ્યો નથી.
આ પણ વાંચો: કચ્છના માનવ વસાહત ન હોય તેવા નિર્જન ૨૧ ટાપુ/ખડકો પર પ્રવેશ પ્રતિબંધ