ચમોલી ટનલ અકસ્માતમાં 7 મજૂરોના મોત, 3 હજુ લાપતા; રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Chamoli Tunnel Accident: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પીપલકોટી વિસ્તારમાં HCCની સાઇટ પર નિર્માણાધીન DRT ટનલમાં મોટો અકસ્માત સર્જાયો છે. ટનલની અંદર અચાનક ભારે માત્રામાં પાણી અને કાટમાળ ઘૂસી આવતાં અનેક મજૂરો ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 મજૂરોના મોત થયા છે, જ્યારે 18 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને હજુ પણ કેટલાક લોકોની શોધખોળ ચાલી રહી છે.
ટનલમાં અચાનક ઘૂસ્યું પાણી અને કાટમાળ
આ અકસ્માત ગુરુવારે સાંજે લગભગ 6:30થી 6:45 વાગ્યાની વચ્ચે થયો હતો. હાઇડ્રો પ્રોજેક્ટની આશરે 3.5 કિલોમીટર લાંબી ટનલમાં ગેટથી લગભગ 1.8 કિલોમીટર અંદર એક કૅવિટીમાંથી અચાનક ભારે માત્રામાં પાણી અને કાટમાળ બહાર આવ્યો હતો.
તે સમયે ટનલની અંદર મજૂરો કામ કરી રહ્યા હતા. પાણી અને કાટમાળ ઝડપથી અંદર ભરાવા લાગતાં મજૂરોમાં અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક મજૂરો પાણી અને કાટમાળના પ્રવાહમાં ફસાઈ ગયા હતા.
ટનલમાં તે સમયે ગ્રેવિટી પર પેકિંગનું કામ ચાલી રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટના દરમિયાન જોરદાર અવાજ સાથે કાટમાળ અને પાણી ટનલમાં ઘૂસી આવતાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી.
18 મજૂરોનું રેસ્ક્યૂ, અન્યની શોધખોળ ચાલુ
અકસાનની જાણ થતાં જ SDRF, NDRF, જિલ્લા પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યૂ ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં ટનલની અંદર 22 લોકો ફસાયા હોવાની માહિતી હતી. તેમાંથી 18 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જોકે કાટમાળ અને પાણી ભરાવાને કારણે બાકીના લોકો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.
રાત્રિના સમયે ટનલમાં ફરી કાટમાળ જમા થતાં થોડા સમય માટે રેસ્ક્યૂ ઓપરેશન રોકવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરીથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
CM ધામી સતત કરી રહ્યા છે મોનિટરિંગ
અકસાનની માહિતી મળતાં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓને યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારજનોને શક્ય તમામ મદદ પૂરી પાડવા પણ સૂચના આપી છે.
ટનલના નિર્માણ કાર્યમાં છત્તીસગઢ અને ઝારખંડના મજૂરો પણ કામ કરી રહ્યા હોવાથી CM ધામીએ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી છે. તેઓ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશનની સતત મોનિટરિંગ કરી રહ્યા છે.
અગાઉ પણ ચમોલીમાં થયો હતો મોટો અકસ્માત
ચમોલી જિલ્લામાં અગાઉ પણ ટનલ સાથે જોડાયેલો અકસ્માત થયો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં ચમોલીમાં ટનલની અંદર બે લોકો ટ્રેનો વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં લગભગ 70 લોકો ઘાયલ થયા હતા.
હાલમાં DRT ટનલમાં થયેલા અકસ્માત બાદ રેસ્ક્યૂ ટીમો બાકીના લાપતા મજૂરોને શોધવા માટે સતત કામગીરી કરી રહી છે.
આ પણ વાંચો : આધાર કાર્ડમાં ફોટો બદલવો છે? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ સરળ પ્રક્રિયા અને નિયમો












