ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ-કાશ્મીરમાં બે એન્કાઉન્ટરમાં 6 આતંકી ઠાર, એક જવાન શહીદ – 9 ઘાયલ

Text To Speech

જમ્‍મુ-કાશ્‍મીરના અલગ-અલગ વિસ્‍તારોમાં બે એન્‍કાઉન્‍ટરમાં કુલ 6 આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશનમાં એક ભારતીય સૈનિક પણ શહીદ થયા છે, જયારે 9 જવાનો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. આપને જણાવી દઈએ કે બે દિવસ પછી એટલે કે 24 એપ્રિલે PM મોદી જમ્‍મુ-કાશ્‍મીરની મુલાકાતે જવાના છે. આજે થયેલ હુમલો જમ્‍મુના સુંજવાન વિસ્‍તારમાં ચડ્ઢા કેમ્‍પ પાસે વહેલી સવારે થયો હતો. અહીં આતંકવાદીઓએ ફરજ પરના 15 CISF જવાનોને લઈ જઈ રહેલી બસ પર હુમલો કર્યો હતો. આતંકી હુમલામાં CISFએ જવાબી કાર્યવાહી કરી હતી, ત્‍યારબાદ આતંકીઓ ત્‍યાંથી ભાગી ગયા હતા. આ સમગ્ર કાર્યવાહીમાં કુલ 5 જવાન ઘાયલ થયા હતા, જેમાંથી CISFનો એક ASI શહીદ થયો હતો. શહીદ થયેલા જવાનનું નામ એસ પટેલ જણાવવામાં આવ્‍યું છે. આ ૫૫ વર્ષીય જવાન સતના (મધ્‍યપ્રદેશ)નો રહેવાસી હતો.

આ પણ વાંચો – શું માસ્ક પીછો નહીં જ છોડે ? ત્રીજા રાજ્યએ પણ માસ્ક કર્યું ફરજીયાત

હુમલાનાં પ્રતિઘાત રૂપે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. આ પછી સુંજવાન વિસ્‍તારમાં એન્‍કાઉન્‍ટર થયું હતું. અહીં સવારે 5 જવાનો ઘાયલ થયા છે. ત્‍યારબાદ આતંકવાદીઓએ UBGL – ગ્રેનેડ લોન્‍ચરમાંથી ગ્રેનેડ ફેંક્‍યો હતો. એડીજીપી જમ્‍મુ મુકેશ સિંહે જણાવ્‍યું હતું કે અમે રાત્રે વિસ્‍તારને કોર્ડન કરી લીધો હતો. અમને આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. એન્‍કાઉન્‍ટર હજુ ચાલુ છે. એવું લાગે છે કે આતંકવાદીઓ કોઈ ઘરમાં છે. સુંજવાન એન્‍કાઉન્‍ટરમાં કુલ 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. અત્‍યારે તો ગોળીબાર બંધ થઈ ગયો છે. એન્‍કાઉન્‍ટર બાદ સુરક્ષા દળોને બે AK47 ગન, એક સેટેલાઇટ ફોન મળ્‍યો છે. બંને આતંકવાદીઓ વિદેશી હોવાનું કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે સુંજવાન વિસ્‍તારમાં આ એન્‍કાઉન્‍ટર એવા સમયે થયું છે જયારે PM મોદી જમ્‍મુ-કાશ્‍મીરની મુલાકાતે જવાના છે અને સુરક્ષા વ્‍યવસ્‍થા કડક છે. PM મોદી 24 એપ્રિલે સાંબા જિલ્લામાં આવશે. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર PM મોદી જયાં આવવાના છે તે સ્‍થળ (પાલી ગામ) માત્ર 17 કિલોમીટર દૂર છે. વર્ષ 2019માં જમ્‍મુ-કાશ્‍મીરમાંથી કલમ 370 હટાવ્‍યા બાદ PM મોદી હવે પહેલીવાર ત્‍યાં જઈ રહ્યા છે. અગાઉ તેઓ માત્ર ત્‍યાંની સરહદો પર ગયા હતા. ઓક્‍ટોબર 2019 માં, તેણે રાજૌરીમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી. ત્‍યારબાદ નવેમ્‍બર 2021માં તે નૌશેરા સેક્‍ટર ગયો હતો.

આ પણ વાંચો – નડિયાદ/ સાંપ્રદાયિક શાંતિમાં પલીતો ચાંપવાનો પ્રયાસ, હનુમાનજીની મૂર્તિ ખંડિત કરાતા અજંપો

આ પહેલા ગઇ કાલે એટલે કે ગુરુવારે સાંજે બારામુલ્લામાં એન્‍કાઉન્‍ટર થયું હતું. જેમાં અત્‍યાર સુધીમાં કુલ 4 આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં લશ્‍કરનો ટોચનો આતંકવાદી કમાન્‍ડર યુસુફ કંત્રુ પણ માર્યો ગયો હતો. આઈજીપી કાશ્‍મીર વિજય કુમારે જણાવ્‍યું હતું કે તે નાગરિકો અને સુરક્ષા દળોના જવાનોની અનેક હત્‍યાઓમાં સામેલ હતો જેમાં તાજેતરમાં બડગામ જિલ્લામાં એક SPO અને તેના ભાઈ, એક સૈનિક અને એક નાગરિકની હત્‍યાનો સમાવેશ થાય છે

Back to top button