ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉત્તરકાશી ટનલમાં 52 મીટરનું ડ્રિલિંગ પૂર્ણ, રેસ્કયૂ ઑપરેશનનો પહેલો વીડિયો સામે આવ્યો

ઉત્તરકાશી, 28 નવેમ્બર: ઉત્તરકાશી ટનલમાં 52 મીટર ડ્રિલિંગ કાર્ય પૂર્ણ થયું છે. સુરંગની અંદર ફસાયેલા શ્રમિકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. જો કે, કોઈના કોઈ વિક્ષેપના કારણે કામમાં અવરોધો પેદા થઈ રહ્યા છે. પરિસ્થિતિનો તાગ મેળવવા ફરીવાર સીએમ પુષ્કર સિંહ ધામી ઉત્તરકાશી ટનલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે થઈ રહેલા બચાવ કાર્યનું નિરિક્ષણ કર્યું હતું. અપડેટ આપતાં સીએમ ધામીએ જણાવ્યું કે, હવે શ્રમિકો 7 થી 8 મીટર દૂર છે. તમામ એન્જિનિયર, જાણકારો અને બચાવ ટીમ પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. તેમણે કહ્યું કે, અમને આશા છે કે ટૂંક સમયમાં શ્રમિકો બહાર આવશે.

12 નવેમ્બરથી ઉત્તરાખંડના સિલ્ક્યારા સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. વર્ટિકલ અને હોરીઝોન્ટલ ડ્રિલિંગ એકસાથે કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોના મતે અત્યાર સુધી સારા પરિણામો મળ્યા છે, જો બધુ બરાબર રહ્યું તો આગામી 24 કલાકમાં સારા સમાચાર મળી શકે છે.

ટનલની અંદર મેન્યુઅલ ડ્રિલિંગ ચાલી રહ્યું છે તેનો પહેલો ફૂટેજ સામે આવ્યો છે. પાઇપ અંદર નાખવા માટે ઓગર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 2 મીટર મેન્યુઅલ ડ્રિલિંગનું કામ પૂર્ણ થયું છે.

ક્રિસ કૂપરે જણાવ્યું- 5-6 મીટરનું કામ બાકી

માઈક્રો ટનલિંગ એક્સપર્ટ ક્રિસ કૂપરે જણાવ્યું કે ગઈકાલે રાત્રે બચાવ કામગીરી ખૂબ સારી રીતે ચાલી. 50 મીટરને પાર કામ પૂરું થયું છે. હવે લગભગ 5-6 મીટર ૃ કામ બાકી છે. ગઈ રાત્રે અમને કોઈ અવરોધ નહોતો. અમે સકારાત્મક રીતે આગળ વધી રહ્યા છીએ તે ખૂબ જ સારું લાગે છે.

રેટ માઈનર્સ કાટમાળના ખોદકામમાં તાકાત ઝોંકી દીધી છે. મેન્યુઅલ ડ્રિલિંગ માટે ત્રણ અલગ ટીમો બનાવવામાં આવી છે. 12, 7 અને 5 સભ્યોની આ ટીમો તેમના કામમાં વ્યસ્ત છે. બીજી તરફ, વર્ટિકલ ડ્રિલિંગનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. ટનલમાં મેન્યુઅલ ડ્રિલિંગનું કામ સોમવારથી શરૂ કરવામાં આવ્યું હતું.ડ્રિલિંગ કામ અમેરિકન ઓગર મશીન વડે કરવામાં આવી રહ્યું હતું પરંતુ તે શુક્રવારે કાટમાળમાં અટવાઈ ગયું, જેના કારણે અધિકારીઓને વૈકલ્પિક પદ્ધતિઓ શોધવાની ફરજ પડી. ડ્રિલિંગનું લગભગ 40% કામ પૂર્ણ થઈ ગયું છે.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલ જાપાનમાં TEPCO રિન્યુએબલ એન્ડ પાવર કંપનીના પ્રમુખને મળ્યા

Back to top button