કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

પરિવાહન માટે રાજ્યના ત્રણ શહેરોને મળી નવી ઈલેક્ટ્રીક અને CNG બસો

Text To Speech

મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે રાજકોટ મહાનગરપાલિકા સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજ નગરપાલિકાને બસ સેવા સંચાલન માટે કુલ રૂ. 121 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ મહાનગરમાં 50 ઇલેક્ટ્રીક બસો તેમજ ૩ર CNG બસો તેમજ ભૂજ નગરપાલિકાને રર CNG બસોનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આઠ મહાનગરો અને ‘અ’ વર્ગની રર નગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજના રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. ત્યારે આ શહેરી બસ પરિવહન યોજનાનો લાભ આપવા ગુજરાત સરકારે આ યોજના અંતર્ગત 500 જેટલી ઇલેક્ટ્રીક અને 689 CNG બસો મળીને મંજૂરી આપતા અત્યાર સુધી 1189 બસોને મંજૂરી અપાઇ છે.

બસ પરિવહન સુવિધા માટે 121 કરોડ રૂ.ની ફાળવણીની

ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ કરવાના અભિગમ સાથે શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે કુલ 121 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સંદર્ભમાં તેમણે રાજકોટ મહાનગરપાલિકાને 50 ઇલેક્ટ્રીક બસના કોન્ટ્રાક્ટ બેઇઝડ સંચાલન માટે કુલ રૂ. 91 કરોડ રપ લાખ ફાળવવાની સૈદ્ધાંતિક અનૂમતિ આપી છે.

CNG BUS- HUM DEKHENEGE
રર નગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજના રાજ્યમાં શરૂ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાને ૩ર CNG સિટી બસનો કોન્ટ્રાક્ટ

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાને ૩ર CNG સિટી બસના કોન્ટ્રાક્ટ બેઇઝ્ડ સંચાલન માટે 7 વર્ષ માટે કુલ 20કરોડ 44 લાખની રકમ અનુદાન પેટે ફાળવવા પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તે સાથે જ કચ્છની ભૂજ નગરપાલિકાને પણ 22 સિટી બસ સેવાના સંચાલન માટે પાંચ વર્ષ માટે કુલ રૂ. ૯ કરોડ ૦૩ લાખ ૩૭ હજારના અનુદાનની ફાળવણી માટે ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યના 8 મહાનગરો અને નગરપાલિકા વિસ્તારોમાં વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાને કારણે ટ્રાફિક સમસ્યા, પાર્કિંગની સમસ્યા તેમજ દિન-પ્રતિદિન વાયુ પ્રદુષણ પણ વધતું જાય છે. તેમજ રોડ અકસ્માતો અને અસલામત પરિવહનની પણ સમસ્યા વિકટ બની છે. રાજ્ય સરકારે આ બધી જ બાબતોના સુચારૂ નિવારણ રૂપે અને શહેરી જનસંખ્યાને સરળ, સલામત અને સસ્તી જાહેર પરિવહન સેવા સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે

1198 બસોને અત્યાર સુધીમાં મંજૂરી અપાય

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યની 8 મહાનગરપાલિકા તથા ‘અ’ વર્ગની 22 નગરપાલિકા વિસ્તારમાં સામાન્ય નાગરિકોને બસ સુવિધાનો વધુને વધુ લાભ મળે તેવા અભિગમથી સાથે શરુ કરવામાં આવી છે. રાજ્યમાં PPP ધોરણે શરૂ કરાયેલી આ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજના હેઠળ 500 ઇલેક્ટ્રીક અને 689 CNG બસો મળી 1198 બસોને અત્યાર સુધીમાં રાજ્ય સરકારે મંજૂરી આપી છે તે સિવાય અમદાવાદ-625 વડોદરા-50, સુરત-400, જુનાગઢ-25 અને જામનગર-10 એમ 1110 બસ માટેની મંજૂરી તથા ‘અ’ વર્ગની રર નગરપાલિકાઓ પૈકી 8 નગરપાલિકાઓમાં 79 બસ માટેની મંજૂરીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:દિવાળી સમયે ટ્રેન હાઉસ ફૂલ, તો ખાનગી બસોના ભાડામાં થયો બમાણો વધારો !

Back to top button