અરવલ્લીમાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદથી તારાજી, 1800 વીઘા ખેતરમાં પાકને મોટું નુકસાન


હવામાન વિભાગની મુજબ ગઈ કાલે અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો હતો. આ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને મોટુ નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અરવલ્લીમાં ખેડૂતોના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.
ઉમેદપુરમાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ
ગઈ કાલે અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે ગઈ કાલે અરવલ્લીના ઉમેદપુરમાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે ખડૂતોનો તૈયાર થયેલો પાક પલળી ગયો છે. 5 ઈંચ વરસાદથી ગામની નદીઓમાં પણ ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગઈકાલે કરા સાથે ભારે વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. માવઠા બાદ ઉમેદપુર ગામમાં સર્જાયેલા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.
1800 વીઘા ખેતરમાં પાકમાં મોટું નુકસાન
કમોસમી વરસાદને પગલે ગામમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. ઉમેદપુરમાં ભરઉનાળે 2 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ કમોસમી વરસાદને પગલે મોડાસાના દાધલિયા પાસેના ઉમેદપુરમાં ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ગઈ કાલે ખાબકેલા વરસાદને કારણે ગામમાં 1800 વીઘા ખેતરમાં પાકમાં મોટું નુકસાન થયું છે. તેમજ અહી ઘઉં સહિતના પાકો હજુ પણ પાણીમાં જ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : ઉનાળો શરુ થતાની સાથે કુદરતી રીતે ફ્રિઝ જેવુ ઠંડુ પાણી આપતા માટલાનું વેચાણ વધ્યું