ઉત્તર ગુજરાતગુજરાત

અરવલ્લી : શીકા ખાતે યોજાશે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ

Text To Speech
  • 18 થી 20 માર્ચ ત્રિદિવસીય ભવ્ય આયોજન
  • ગાયત્રી સાધકો તથા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર તડામાર તૈયારીઓ
  • ગાયત્રી તીર્થ, શાન્તિકુંજ, હરિદ્વારથી સંતો શીકા પધારશે

પાલનપુર : સમગ્ર વિશ્વભરમાં યજ્ઞ પરંપરા જાગૃત કરવામાં ગાયત્રી પરિવારનું અનન્ય યોગદાન રહ્યું છે. કોરોનાકાળ પછી હવે ગાયત્રી પરિવારનું મુખ્યાલય ગાયત્રી તીર્થ, શાન્તિકુંજ, હરિદ્વાર દ્વારા સમગ્ર ભારતભરમાં 108,51,24 કુંડી ગાયત્રી મહાયજ્ઞના ઠેરઠેર આયોજન કરવામાં આવી રહેલ છે. જે દ્વારા માનવમાત્રમાં માનવતા, સંસ્કાર, જનસેવાનો ભાવ જાગૃત થાય એવા સતત પ્રયત્ન કરવામાં આવી રહેલ છે.

ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લાના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યાનુસાર અરવલ્લી જિલ્લામાં ગાબટ અને શીકા ખાતે આયોજન આપવામાં આવેલ. હવે ગાબટનો કાર્યક્રમ સમાપન થઈ 18.19.20 માર્ચ દરમિયાન ધનસુરા તાલુકામાં શીકા ગામે નવ ચેતના જાગરણ- 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે. ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસાના પરિજનો અને સમગ્ર શીકા ગામના ગ્રામજનો આ વિશેષ ઉત્સવ માટે તન,મન, ધનથી તૈયારીઓમાં લાગ્યા છે.

આ નવ ચેતના જાગરણ- 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજનમાં ત્રણ દિવસના આયોજન ગોઠવાયું છે. 18 માર્ચ શનિવારે પવિત્ર કળશ અને પોથીયાત્રા સમગ્ર ગામમાં ભ્રમણ કરશે. રાત્રે સંકલ્પ દિપયજ્ઞ, ૧૯ માર્ચ, રવિવાર સવારથી 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાશે. ૨૦મી સોમવારે સવારે સમગ્ર કાર્યક્રમનું સમાપન થશે.જેમાં બોત્તેર દંપતી વિશેષ પૂજામાં જોડાશે. સમગ્ર ગ્રામજનો સહિત આસપાસના તેમજ ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસાના સંપર્ક ક્ષેત્રના તમામ ગામોમાંથી સાધકો આ શીકા ખાતેના વિરાટ આયોજનમાં જોડાઈ હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રીની આહુતિઓ અર્પણ કરશે. માનવ માનવમાં નવ ચેતના જાગરણ માટે ગાયત્રી તીર્થ, શાન્તિકુંજ હરિદ્વારથી પધારનાર પ્રતિનિધીશ્રીઓ આ સમગ્ર આયોજનમાં યજ્ઞિય કર્મકાંડ કરાવશે . આ ઉપરાંત સંસ્કાર પરંપરા , નારી જાગરણ, આઓ ઘડિએ સંસ્કારવાન પેઢી-ગર્ભોત્સવ સંસ્કાર, યુવા જાગૃતિ માટે વિશેષ ઉદ્બોધનો દ્વારા આ હરિદ્વારથી પધારનાર સંતોની અમૃતવાણીનો લાભ સૌને મળશે.

આ પણ વાંચો :  પાલનપુર : અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનું વિતરણ શરૂ

Back to top button