EVENING NEWS CAPSULEમાં વાંચો હિમાચલમાં 24 કલાકમાં 33 લોકોનાં મોત, ગુજરાતના યુવાનો માટે સારા સમાચાર, જાણો ભારતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજ વિશે
હિમાચલમાં છેલ્લાં 24 કલાકમાં 33 લોકોનાં મોત
હિમાચલ પ્રદેશમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં ભૂસ્ખલન, વાદળ ફાટવા અને વરસાદને લગતી અલગ-અલગ ઘટનાઓમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં 16 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
વધુ વાંચો : શિમલામાં મોટી દુર્ઘટના : શિવ મંદિર ભૂસ્ખલનની ઝપેટમાં આવતાં 50 લોકો દટાયા, 9 મૃતદેહો બહાર કઢાયા
ગુજરાતના યુવાનો માટે ખુશખબર
સરકારી નોકરીની પરિક્ષાઓ માટે તૈયારી કરી રહેલા લોકો માટે એક સારા સમાચાર છે. હાલમાં જ ગુજરાતમાં વધુ એક સરકારી નોકરીની ભરતી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા કુલ 388 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
વધુ વાંચો : ગુજરાતના યુવાનો માટે ખુશખબર! GPSCમાં આવી મોટી ભરતી ,જાણો ક્યારથી ફોર્મ ભરી શકશો ?
નેફ્રોલોજિસ્ટોની હડતાળ વચ્ચે દર્દીઓને નહીં પડે હાલાકી,
ગુજરાતભરના નેફ્રોલોજિસ્ટ સરકાર સામે રાજ્યવ્યાપી આંદોલન પર ઉતર્યા છે. તેમણે ત્રણ દિવસ માટે ડાયાલિસીની સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.જેમાં 14થી 16 ઓગસ્ટ PMJAY હેઠળની ડાયાલિસિસ સારવાર બંધ રહેશે તેવું જાહેર કર્યું હતું. આ હડતાળને કારણે ડાયાલિસીસના દર્દીઓને હાલાકી ન પડે તે માટે ગુજરાત સરકારે તમામ તાલુકાઓમાં વન ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ચાલતા તમામ 280 કેન્દ્રોને મોડી રાત સુધી ચલાવવાનો નિર્ણય કર્યો છે.
વધુ વાંચો : નેફ્રોલોજિસ્ટોની હડતાળ વચ્ચે દર્દીઓને નહીં પડે હાલાકી, રાજ્ય સરકારે લીધો આ મોટો નિર્ણય
પાલનપુર-અંબાજી હાઇવે પર ગંભીર અકસ્માત
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અક્સમાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે બનાસકાંઠામાંથી અકસ્માતની ઘટના સામે આાવી છે. જેમાં બનાસકાંઠાના ધનિયાણા ચાર રસ્તા પાસે 2 બાઈક સામસામે અથડાતા બે યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી છે. અને તપાસ હાથ ધરી છે.
વધુ વાંચો : પાલનપુર-અંબાજી હાઇવે પર ગંભીર અકસ્માત : 2 બાઈક સામસામે અથડાતા બેના મોત
નેતાઓએ ટ્વીટર પર DPમાં લગાવ્યો તિરંગો
PM મોદીએ રવિવારે એટલે કે, 13 ઓગસ્ટ 2023ના રોજ 77માં સ્વતંત્રતા દિવસ પહેલા ‘હર ઘર તિરંગા‘ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનના ભાગરૂપે તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પ્રોફાઇલ પિક્ચર પર તિરંગાનો ફોટો મૂક્યો હતો. સાથે જ લોકોને પણ પોતાના પ્રોફાઈલ પિક્ચરમાં તિરંગાનો ફોટો મુકવા અપિલ કરી હતી. વડાપ્રધાન મોદીની મહત્વની અપિલ બાદ ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ તેમજ અન્ય લોકોએ પોતાનું ડીપી બદલ્યું હતું. જો કે, પોતાનો પ્રોફાઈલ પિક્ચર બદલતાની સાથે જ અનેક નેતાઓને ઝટકો લાગ્યો હોવાનું સામે આવ્યું છે.
વધુ વાંચો : નેતાઓએ ટ્વીટર પર DPમાં લગાવ્યો તિરંગો, DP બદલતા જ એકાઉન્ટમાંથી ભૂરી ફુંદેળી ગાયબ, જાણો કારણ
કચ્છમાં ફરી આવ્યો ધરતીકંપ
કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. ત્યારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે, આજે સવારે સરહદી વિસ્તાર નજીક આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, આજે પરોઢિયે પશ્ચિમ કચ્છમાં ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
વધુ વાંચો : કચ્છમાં ફરી આવ્યો ધરતીકંપ,જાણો કચ્છમાં વારંવાર કેમ આવે છે ભૂકંપના આંચકા
ભારતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજ વિશે
ભારતની આઝાદી (૧૫ ઓગસ્ટ ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ ‘બંધારણ સભા’ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગાને પસંદ કરવામાં આવ્યો, જે ભારતનો રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે.
વધુ વાંચો : શું તમે જાણો છો ભારતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજ વિશે?