ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

મહેસાણા દૂધસાગર ડેરી કૌભાંડમાં ચૂકાદો; વિપુલ ચૌધરી સહિત 19 આરોપીઓ દોષિત

Text To Speech

દૂધસાગર ડેરીમાં સાગરદાણ કૌભાંડ મામલે મહેસાણા સેશન્સ કોર્ટે આજે ચૂકાદો સંભળાવ્યો હતો.આ કૌભાંડમાં તમામ 19 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આ કૌભાંડ ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચૅરમૅન વિપુલ ચૌધરી પણ સામેલ હોવાથી કોર્ટે તેમણે દોષિત ઠેરવ્યા છે. દૂધસાગર ડેરીમાં મહારાષ્ટ્રને દાણ મોકલવા મામલે ડેરીના તત્કાલિન ચેરમેન વિપુલ ચૌધરી સહિત22 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

‘સાગર દાણ કૌભાંડ’માં વિપુલ ચૌધરી સહિત તમામ 19 આરોપીઓ દોષિત

મહેસાણાની ડિસ્ટ્રીક્ટ કોર્ટે મહેસાણા દૂધસાગર ડેરી કૌભાંડમાં આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.જેમાં આ કૌભાંડમાં સામેલ વિપુલ ચૌધરી સહિત તમામ 19 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં 22 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી 3 આરોપીઓના કોર્ટનો ચૂકાદો આવે તે પહેલા જ મૃત્યુ પામી ચૂક્યા છે, અને હવે આ કેસમાં 19 વિરુદ્ધ જ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આરોપીઓને 7 વર્ષની સજા

સાગરદાણ કૌભાંડમાં ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને સજા સંભળાવવમા  આવી છે. આ કૌભાંડના 15 આરોપીઓને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.  કૌભાંડમાં 19 માંથી 15ને સજા અને 4ને શંકાનો લાભ મળ્યો છે. 

વિપુલ ચૌધરી-humdekhengenews

જાણો શુ હતો મામલો

દૂધસાગર ડેરીના તત્કાલિન ચેરમેન વિપુલ ચૌધરીએ કોઇપણ મંજૂરી વિના 2013માં 22.50 કરોડનું સાગર દાણ મહારાષ્ટ્ર મોકલ્યું હતું. જેને પગલે ડેરીને રૂપિયા 22.50 કરોડનું નુકસાન થયું હતું, જે બાદ વર્ષ 2014માં આ સાગરદાણ કૌભાંડ કેસમાં 22 આરોપી વિરૂદ્ધ ફરિયાદ થઇ હતી.

 આ પણ વાંચો : દારુડિયાઓ સામે કાર્યવાહીની માંગ કરનાર ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો સગો ભાઇ જ દારૂ સાથે ઝડપાયો

Back to top button