પાકિસ્તાનમાંથી આતંકની ટ્રેનિંગ લઈને પરત ફરેલા 17 કાશ્મીરી વિદ્યાર્થી અથડામણમાં ઠાર, સ્લીપર સેલ તરીકે પણ કામ કરતા હતા
કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ દશકાઓથી ભારત માટે માથાનો દુખાવો બન્યો છે. ખાસ કરીને કાશ્મીરના યુવા ધનને ભ્રમિત કરી કાશ્મીરમાં દહેશત ફેલાવવા માટે ઉશ્કેરવામાં આવે છે. અભ્યાસના નામે પાકિસ્તાન ગયેલા કાશ્મીરી છાત્રમાંથી કેટલાંક ત્યાંથી આતંકની ટ્રેનિંગ લઈને ફરત ફર્યા છે. આતંકના સ્લીપર સેલ બનેલા 17 છાત્રોને સિક્યોરિટી ફોર્સે આતંકવાદ વિરોધી અભિયાનમાં ઠાર કર્યા છે. માર્યા ગયેલા તમામ 17 પાકિસ્તાની યુવક આગળ અભ્યાસ માટે પાકિસ્તાન ગયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ 2015 પછી સૌથી મોટી સંખ્યામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા, સંબંધીઓને મળવા કે લગ્નમાં હાજર રહેવાના હેતુસર યુવાનો પાકિસ્તાન ગયા હતા.
કેટલાંકને હથિયારોની ટ્રેનિંગ તો કેટલાંક સ્લીપર સેલ
અલગતાવાદી લોબી હુર્રિયત નેતાઓ પાસેથી ભલામણ પત્ર લીધા બાદ પાકિસ્તાન એમ્બેસીમાં યોગ્ય દસ્તાવેજની વ્યવસ્થા કરી આપે છે. આ લોકો જ પાકિસ્તાનમાં છાત્રો માટે રહેવા સહિત વ્યવસ્થા કરી આપે છે. આ યુવાનોને સરહદની પેલે પાર ભ્રમિત કરવામાં આવે છે, અને તેમાંથી કેટલાંક લોકોને હથિયારોની ટ્રેનિંગ આપવામાં આવે છે. કે સ્લીપર સેલમાં ભરતી કરવામાં આવે છે કે જેથી સરહદ પાર બેઠેલા હેન્ડલરને તેમને જોઈતી માહિતી આપી શકે.
મની લોન્ડ્રિંગ માટે પણ વિદ્યાર્થીઓનો ઉપયોગ
આ વિદ્યાર્થીઓનો ઉપયોગ મની લોન્ડ્રિંગ માટે પણ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ માનવામાં આવે છે કે તેઓ તે દેશમાં શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યાં છે. જમ્મુ કાશ્મીર પોલીસે આ અંગે એક હુર્રિયત નેતા અને તેમના વિરુદ્ધ આરોપ પત્ર રજૂ કર્યા છે. આ નેતા પર પાકિસ્તાનની વિભિન્ન કોલેજની MBBS સીટ વેચવાનો અ તેના પ્રાપ્ત ધનનો ઉપયોગ આતંકી પ્રવૃતિઓ માટે કરવાનો આરોપ છે.
UGCએ પાક સર્ટિફિકેટને અમાન્ય કર્યું
યુનિવર્સિટી ગ્રાંટ્સ કમીશન (UGC)એ એક નિર્ણયથી કાશ્મીરી છાત્રોને પાકિસ્તાન અને તેમના કબજાવાળા કાશ્મીરમાં અભ્યાસના નામે જવાથી રોકવાનો પ્રયાસ કર્યો છે. UGCના આ નિર્ણય પહેલા પાકિસ્તાનના વિભિન્ન શૈક્ષેણિક સંસ્થાઓમાં એડમિશન લઈ ચુકેલા સેંકડો કાશ્મીરી વિદ્યાર્થીઓ પરેશાન છે.
પાકિસ્તાન કોલેજોમાં કાશ્મીર છાત્રોને સ્કોલરશિપ
વર્ષ 2020માં ઈમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન સરકારે ત્યાંની કોલેજોમાં કાશ્મીરી છાત્રો માટે 1600 સ્કોલરશિપની જાહેરાત કરી હતી. ત્યારે ભારતીય સુક્ષા એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાનમાં છાત્રોને સહેલાયથી કટ્ટરપંથી બનાવી શકાય છે.
PoKની કોલેજમાં કાશ્મીરી છાત્રોને કોટા
પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરની કોલેજમાં ભારતના કાશ્મીરના છાત્રો માટે 6 ટકા અનામત આપવામાં આવે છે. પાકિસ્તાની કોલેજોમાં પણ કેટલીક સીટ અનામત રાખવામાં આવે છે. MBBS જેવાં મોંઘા કોર્સમાં પણ મફત પ્રવેશ અપાય છે.