ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં આરોપીનાં મોતનો આંકડો જાણી રહેશો દંગ

Text To Speech

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીનાં મોત થયાં છે, વર્ષ 2017-18થી 2021-22 સુધીના આંકડા છે, જેમાં સૌથી વધુ પોલીસ કસ્ટડીમાં 24 મોત છેલ્લે 2021-22માં નોંધાયા છે. આ અરસામાં પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ આરોપીના મોત થયા હોય તે મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.

આ પણ વાંચો: વિધાનસભાઓમાં ચર્ચાઓનું સ્તર નીચે ઉતરવું એ ચિંતાનો વિષય: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા

મહારાષ્ટ્ર 30 આરોપીના મોત સાથે દેશમાં અવ્વલ

મહારાષ્ટ્ર 30 આરોપીના મોત સાથે દેશમાં અવ્વલ છે, બિહાર 18 મોત સાથે ત્રીજા ક્રમે છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચઆરસી)માં નોંધાયેલા આ કેસનો રિપોર્ટ કેન્દ્રના ગૃહ વિભાગે બહાર પાડયો છે.

આ પણ વાંચો: અમદાવાદ: સંચાલકો દ્વારા AMTSને વધુ ખર્ચના ખાડામાં ઉત્તારાવાના પ્રયાસો શરૂ

છેલ્લે 2021-22માં સૌથી વધુ 24 ઘટના બની

ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં મોતની 80 ઘટના બની છે, જે પૈકી વર્ષ 2017-18માં 14, વર્ષ 2018-19માં 13, વર્ષ 2019-20માં 12 ઘટના બની છે, કોરોનાકાળના વર્ષ 2020-21માં પોલીસ કસ્ટડીમાં મોતની ઘટના વધીને સીધી 17 ઉપર પહોંચી હતી અને છેલ્લે 2021-22માં સૌથી વધુ 24 ઘટના બની છે. કેટલાક કિસ્સામાં આક્ષેપો થયા છે કે, પોલીસના મારના કારણે આરોપીએ દમ તોડયો છે જ્યારે કેટલાકમાં બીમારી સહિત વિવિધ કારણસર મોત નોંધાયા હોવાનું કહેવાયું છે.

આ પણ વાંચો: વડોદરામાં 100 કરોડની સરકારી જમીન પચાવનારા ભૂ-માફિયા પર તવાઇ

વર્ષ 2021-22માં દેશમાં કુલ 175 કસ્ટોડિયલ ડેથના કિસ્સા નોંધાયા

એનએચઆરસીમાં વર્ષ 2021-22માં દેશમાં કુલ 175 કસ્ટોડિયલ ડેથના કિસ્સા નોંધાયા છે. મૃત્યુના કિસ્સામાં વળતર સહાય ચુકવવામાં આવ્યું છે, એનએચઆરસીમાં માનવ અધિકારોના ઉલ્લંઘનની ફરિયાદો મળે ત્યારે કમિશન દ્વારા માનવ અધિકાર અધિનિયમ 1993 અંતર્ગત ચોક્કસ જોગવાઈઓના આધારે કાર્યવાહી કરવામાં આવે છે. કસ્ટડીમાં કોઈ આરોપી કે વ્યક્તિ હોય ત્યારે તેમના અધિકારો અને સુરક્ષાની બાબતને લઈને પણ સમયાંતરે કાર્યશાળાઓ કે સેમિનાર યોજવામાં આવે છે.

Back to top button