ટ્રેન્ડિંગનેશનલ

મુંબઈ-નાગપુર એક્સપ્રેસ રોડ પર અકસ્માત સર્જાતા 12નાં મૃત્યુ, 23 ઘાયલ

Text To Speech
  • મિની બસ કન્ટેનર સાથે અથડાઈ
  • મુંબઈથી 350 કિમી દૂર સર્જાયો અકસ્માત
  • PMO દુ:ખ વ્યકત કરતા સહાયની જાહેરાત કરી

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર રવિવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી મિની બસ કન્ટેનર સાથે અથડાઈ, જેમાં ઓછામાં ઓછા 12 લોકોના મૃત્યુ પામ્યા અને 23 અન્ય ઘાયલ થયા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એક ખાનગી બસમાં 35 પેસેન્જરો સવાર હતા. મુંબઈથી લગભગ 350 કિલોમીટર દૂર આવેલા એક્સપ્રેસ વેના વૈજાપુર વિસ્તારમાં સવારે આ ગમખ્વાર અકસ્માત થયો હતો.

ઘટનાસ્થળે તપાસ કરતાં બહાર આવ્યું છે કે, બસ ડ્રાઈવરે વાહન પર કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે બસ પાછળથી કન્ટેનર સાથે અથડાઈ હતી. પોલીસના કહ્યા પ્રમાણે અકસ્માત દરમિયાન માર્યા ગયેલા લોકોમાં 12 લોકોમાં પાંચ પુરૂષ, છ મહિલાઓ અને એક સગીરા છે. જ્યારે 23 લોકોને ઈજા પહોંચતા સારવારઅર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા તમામ લોકો નાસિક શહેરના રહેવાસી હતા.

 મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાનું વળતર

PMO એ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર લખ્યું, મારી સંવેદના એ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.બીજી તરફ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પીડિત પરિવારોને 5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઘાયલોની સારવારનો ખર્ચ પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ભયાનક બસ અકસ્માતમાં 26 લોકો બળીને ભળથું, PM મોદીએ વ્યક્ત કર્યું દુ: ખ

Back to top button