વડોદરામાં 10મી ઈન્ટરનેશનલ મેરેથોન યોજાઈ, રમતગમતના મંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યું પ્રસ્થાન
વડોદરામાં આજથી ઇન્ટરનેશનલ મેરેથોન યોજાઈ રહી છે. આ મેરેથોનની દસમી આવૃત્તિ હોવાના કારણે તેને હેરિટેજ મેરેથોન નામ આપવામાં આવ્યું છે. વડોદરાની આ સૌથી મોટી ઇન્ટનેશનલ મેરેથોનને રમતગમતના મંત્રી હર્ષ સંઘવીએ ફલેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું છે.
વડોદરામાં સૌથી મોટી ઇન્ટરનેશનલ મેરેથોનની શરુઆત
વડોદરાની સૈાથી મોટી ઇન્ટનેશનલ મેરેથોનની શરુઆત થઈ છે. જેને નવલખી મેદાન ખાતેથી રમતગમતના મંત્રી હર્ષ સંઘવીએ ફલેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ મેરેથોનમાં વડોદરા શહેરના તમામ ઐતિહાસિક સ્થાપત્યોના રૂટમાં આવરી લેવામાં આવ્યા છે. તેમજ વિવિધ કેટેગરીમાં આ મેરેથોન યોજાઈ છે. આ હેરિટેજ મેરેથોને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ફ્લેગ ઓફ કરાવી તેઓ પણ આ મેરેથોનમાં પાંચ કિમી ની કેટેગરી માં ભાગ લઈ મેરેથોનના દોડવીરનો ઉત્સાહ વધાર્યો હતો.
મહત્વનું છે વડોદરા શહેરમાં યોજાનારી ઇન્ટરનેશનલ મેરેથોનમાાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.અને 5 કિલોમીટર મેરેથોનને ફલેગ ઓફ કરાવ્યો હતો. કોરોનાના કારણે બે વર્ષ બાદ હેરિટેજ મેરેથોનમાં લોકો દોડશે. આ મેરેથોનમાં ભાગ લેવા કુલ 92,358 દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
વિવિધ વિસ્તારોને આવરી લેવાશે
વડોદરામાં સૌથી મોટી 42,21,10 કિમીની ઇન્ટરનેશનલ મેરેથોનને રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું છે. આ મેરેથોન વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થઈ વડોદરા શહેરના વિવધ વિસ્તારોમાંથી પસાર થઈ ફરી નવલખી ખાતે આવશે. આ મેરેથોન નવલખી મેદાનથી શરૂ થઈ, જયુપીટર ક્રોસ રોડ, સુસેન સર્કલ, બરોડા ડેરી સર્કલ, ચોખંડી ચાર રસ્તા, માંડવી ગેટ, સંગમ ચાર રસ્તા, મુક્તાનંદ સર્કલ, અકોટા દાંડિયા બજાર સર્કલ, ગાય સર્કલ, ઇસ્કોન સર્કલ, પ્રિયા થિયેટર થઈ શિવાય ફાર્મથી રિટર્ન થઈ પરત નવલખી ખાતે આવશે.
આ પણ વાંચો : 53 દેશોના 100 થી વધુ પતંગબાજો સાથે આજથી પતંગ મહોત્સવનો શુભારંભ