મધ્ય ગુજરાતહેલ્થ

ઝાયડસ હોસ્પિટલ દ્વારા ભારતમાં સૌ પ્રથમ સ્થાનિક AI આધારીત સ્ટ્રોક કેર નેટવર્કની સ્થાપના કરાઈ

Text To Speech

ઝાયડસ હોસ્પિટલ અને મેડટ્રોનિક PLC ની માલિકીની સબસીડીયરી કંપની, ઈન્ડિયા મેટ્રોનિક પ્રાઈવેટ લિમિટેડ દ્વારા નવી ભાગીદારી જાહેર કરાઈ જેના અંતર્ગત હબ એન્ડ સ્પોક નેટવર્ક બનાવીને આજે ગુજરાતમાં સ્ટ્રોકના દર્દીઓને મદદ આપવા માટે કામગીરી કરાશે. આ ભાગીદારીના ભાગ કૃપ, મેકટ્રોનિક AI-સક્ષમ ટેક્નોલોજીના ઉપયોગ કરીને અને સિલેક્ટ કરવામાં આવેલ હોસ્પિટલોમાં શિક્ષણ અને તાલીમને સમર્થન આપવા માટે સાધનો અને તકનીકો પ્રદાન કરીને ઇકોસિસ્ટમ બનાવવા માટે ઝાયડસ હોસ્પિટલ સાથે સહયોગ કરશે.

આ પણ વાંચો : CGSTના ભ્રષ્ટ આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર
ઝાયડસ - Humdekhengenews ભારતમાં દર વર્ષે લગભગ 18 લાખ જેટલા દર્દીઓ સ્ટ્રોકનો ભોગ બને છે. યોગ્ય હેલ્થકેર ઇન્ફાસ્ટ્રક્ચર ધરાવતા મોટા શહેરોમાં દર્દીઓને વધુ સચોટ નિદાન તેમજ જરૂરી સારવાર મળી શકે છે. જો કે ગ્રામીણ વિસ્તારોમાં આ ક્ષેત્રે આ પ્રકારની સેવાઓ મેળવવી પડકારરૂપ હોય છે. આ ભાગીદારી દ્વારા ગુજરાતભરના દર્દીઓને સ્ટ્રોકનો સામનો અસરકારક રીતે કરવામાં મદદરૂપ સાબિત થશે.

આ પણ વાંચો : કરંટ રિપેર્સના નામે ગુજરાતમાં વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો, પરિણામ શૂન્ય !
ઝાયડસ - Humdekhengenews હબ એન્ડ સ્પોક સિસ્ટમ એક અધ્યતન AI દ્વારા કામ કરે છે જે સ્ટ્રોકના સિટી સ્કેનનું બારીકાઈથી અધ્યયન કરી શકે છે. ઝાયડસના સ્ટ્રોક નિષ્ણાતોની એક ટીમ જે તે હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ સિટી સ્કેનનું નિરીક્ષણ કરશે અને સ્થાનિક ફિઝિશિયનને આગળની સારવાર કરવા માટે શરૂઆતથી અંત સુધીનું માર્ગદર્શન પૂરું પડશે. આ રીતે સ્થાનિક સ્ટ્રોક સેન્ટરના ફિઝિશિયનો દર્દીની જરૂરીયાતો પ્રમાણે આગળની સારવારના પગલાં નક્કી કરવા માટે સશક્ત બનશે અને દર્દીને યોગ્ય સારવાર મળશે.

Back to top button