Zomatoના કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસરે રાજીનામું આપ્યું


ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoના કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર ગુંજન પાટીદારે પદ પરથી રાજીનામું આપ્યું છે. Zomatoએ સ્ટોક એક્સચેન્જોને આપેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, પાટીદાર Zomatoના એ કર્મચારીઓમાંથી એક હતા જેમણે કંપની માટે કોર ટેક સિસ્ટમ બનાવી હતી.

Zomatoએ જણાવ્યું છે કે છેલ્લાં 10થી વધુ વર્ષોમાં, તેમણે એક શાનદાર ટેકનિકલ નેતૃત્વ ટીમને પણ ઉભી કરી છે જે ટેક્નિકલ કાર્યને આગળ વધારવામાં સક્ષમ છે. Zomatoના નિર્માણમાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.
ગયા વર્ષે નવેમ્બરમાં કંપનીના અન્ય કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ રાજીનામું આપ્યું હતું. સાડા ચાર વર્ષ પહેલાં Zomato સાથે જોડાયેલા ગુપ્તાને 2020માં તેના ફૂડ ડિલિવરી બિઝનેસના CEOના પદ પરથી સહ-સ્થાપક બનાવવામાં આવ્યા હતા.
Zomatoમાંથી ગયા વર્ષે કેટલાક અધિકારીઓ ઉચ્ચ-સ્તરના હોદ્દા છોડીને જતા રહ્યા હતા, જેમાં નવી પહેલનું નેતૃત્વ કરનાર રાહુલ ગંજુ અને ઇન્ટરસિટીના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ અને વડા સિદ્ધાર્થ ઝાવર અને સહ-સ્થાપક ગૌરવ ગુપ્તાનો સમાવેશ થાય છે.